હલ્દી-મહેંદી સેરેમનીમાં અંબાણી પરિવારનો આગવો ઠાઠ:રાધિકા ફૂલોના દુપટ્ટામાં ગોર્જિયસ લાગી, નીતા અંબાણીનો સોના-ચાંદીના તારથી બનેલા ડ્રેસમાં જાજરમાન લુક - At This Time

હલ્દી-મહેંદી સેરેમનીમાં અંબાણી પરિવારનો આગવો ઠાઠ:રાધિકા ફૂલોના દુપટ્ટામાં ગોર્જિયસ લાગી, નીતા અંબાણીનો સોના-ચાંદીના તારથી બનેલા ડ્રેસમાં જાજરમાન લુક


બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત-રાધિકાના ફંક્શન પૂરજોશમાં ચાલી રહ્યા છે. અંબાણી પરિવારની મહિલાઓના લુક્સ સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છવાયેલા છે. જ્યાં એક તરફ રાધિકા મર્ચન્ટનો હલ્દી લૂક સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે તો બીજી તરફ ઈશા અંબાણીના હલ્દી-મહેંદી ફંક્શનનો લૂક પણ સામે આવ્યો છે. જેમાં ઈશા અંબાણી તેની માતા નીતાનો હાર ગળામાં પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર અંદાજમાં જોવા મળી રહી છે. નીતા અંબાણીના હૈદરાબાદી પોશાકની વિશેષતા
આ સૂટ પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો હતો. આ એન્ટિક ગોલ્ડ એન્સેમ્બલ ક્લાસિક હૈદરાબાદી કુર્તાથી પ્રેરિત છે, જે આઇકોનિક ખાડા દુપટ્ટા (ડબલ ડ્રેપ) સાથે જોડાયેલ છે. આ આકર્ષક આઉટફિટને ખૂબ જ સુંદર ભરતકામ, એન્ટિક ઝરી વર્ક, એવરગ્રીન જરદોઝી એમ્બ્રોઇડરીથી શણગારવામાં આવ્યું હતું. આ સૂટ એકદમ રોયલ આઉટફિટ જેવો લાગતો હતો. આ રોયલ ટ્રેડિશનલ ડિઝાઇનની વિશેષતા નિષ્ણાત કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી જટિલ સિલ્વર મેટ ટેકનિક બોર્ડર હતી. રાધિકાએ હલ્દી સેરેમનીમાં ફૂલોથી બનેલા દુપટ્ટા સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો
હલ્દીની ધાર્મિક વિધિઓમાં, દુલ્હન ઘણીવાર કાનની બુટ્ટી, માંગ ટીક્કા અને ગળાના હાર જેવા ફૂલોના ઘરેણાં પહેરેલી જોવા મળે છે, પરંતુ રાધિકાએ ઘરેણાં જ નહીં પરંતુ ફૂલોથી બનેલા દુપટ્ટા સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો. રાધિકાનો હલ્દી લુક ફેશન સ્ટાઈલિશ રિયા કપૂરે સ્ટાઈલ કર્યો છે અને રાધિકાએ અનામિકા ખન્નાનો ડિઝાઈનર લહેંગા પહેર્યો છે. રાધિકાના આ દુપટ્ટાની બોર્ડર લગભગ 90 મેરીગોલ્ડ ફૂલોથી તૈયાર કરવામાં આવી છે. રાધિકાની જ્વેલરી પણ ફૂલોથી બનેલી છે જેમાં તે ડબલ નેકલેસ, હેન્ડ ફ્લાવર્સ અને ફ્લાવર એરિંગ્સ પહેરેલી જોવા મળી હતી. રાધિકાએ તેના દેખાવને ખૂબ જ સિમ્પલ અને રોયલ રાખ્યો છે જે તેની સરળ શૈલીને અનુકૂળ છે. ઈશા કમળના ફૂલના લહેંગામાં ગોર્જિયસ લાગી રહી હતી
મહેંદી સેરેમનીમાં ઈશાએ સી-ગ્રીન અને ગોલ્ડન લહેંગા પહેરેલી જોવા મળી હતી, ઈશાનો દુપટ્ટો પીચ કલરનો બનાવવામાં આવ્યો છે, જેમાં લહેંગાના રંગની બોર્ડર છે. તેની બોર્ડર એટલી હેવી બનાવવામાં આવી છે કે તે આખા લુકમાં એક અલગ જ ગ્રેસ લાવી રહી છે. ઈશાના આ લુકની લાઈફ તેની જ્વેલરી બની ગઈ. તેણે વેણી બાંધી અને ગજરા લગાવ્યા, તેના ઉપર તેણે હેર એસેસરી ઉમેરી જેણે દરેકનું દિલ જીતી લીધું. આટલું જ નહીં, તેણે મોતી અને હીરાની બુટ્ટી પહેરી હતી, જેના કારણે તેનો લુક વધુ ક્લાસી બની ગયો હતો. માતા નીતાનો હાર પહેરીને લુક કમ્પ્લીટ કર્યો.
ઈશાના લુકની સૌથી ખાસ વાત એ હતી કે તેણે આ સુંદર ટ્રેડિશનલ લુક સાથે તેની માતા નીતા અંબાણીનો હાર ગળામાં પહેર્યો હતો. આ નેકલેસ નીતા અંબાણીએ કલ્ચર સેન્ટરના ઉદ્ઘાટન સમયે પહેર્યો હતો. તે જ સમયે, હવે ઈશાએ તેના ભાઈના લગ્નમાં તેના લહેંગા સાથે તેની માતાના નેકલેસને ખૂબ જ સુંદર રીતે સ્ટાઈલ કર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે ઈશાએ ન્યૂડ મેક-અપ, કાજલ સાથે બ્લેક બિંદી લગાવી પોતાની ટ્રેડિશનલ સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દીધા હતા. શ્લોકા મહેતાનો ટ્રેડિશનલ લુક હલ્દી સેરમનીના ઇનસાઇડ ફોટોઝ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાં ગ્રહ શાંતિ પૂજા યોજાઈ હતી
ગૃહ શાંતિ પૂજામાં રાધિકાએ દક્ષિણ ભારતીય સાડી પહેરી છે જેની સાથે તે મરાઠી મુલગી જેવી નોઝ રિંગ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સિવાય ડાયમંડ નેકલેસ, ઈયરિંગ્સ અને માંગ ટીક્કા સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો અનંત-રાધિકાના લગ્ન 3 દિવસ સુધી ચાલશે
અનંત અને રાધિકા 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ લગ્નમાં બીજા દિવસે 13મી જુલાઈના રોજ એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મહેમાનો નવદંપતીને આશીર્વાદ આપશે. આ પછી 14મી જુલાઈએ રિસેપ્શન યોજાશે જેમાં વિશ્વભરના વીવીઆઈપી મહેમાનો હાજરી આપશે. ત્રણેય દિવસના આ કાર્યક્રમો મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં જ યોજાશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.