દિવ્યા અગ્રવાલ અને તેના પતિ પર છેતરપિંડીનો આરોપ:બ્રોકરે કહ્યું, ‘ બ્રોકરેજના 2 લાખ 39 હજાર રૂપિયા ચૂકવ્યા નથી, આ મારા હકના પૈસા છે’;એક્ટ્રેસે આપી સ્પષ્ટતા
એક્ટ્રેસ અને 'બિગ બોસ ઓટીટી 1' વિજેતા દિવ્યા અગ્રવાલ અને તેના પતિ અપૂર્વ પડગાંવકર પર છેતરપિંડીનો સનસનાટી ભર્યો આરોપ લગાડવામાં આવ્યો છે. મુંબઈના બ્રોકર રફીક મર્ચન્ટે કપલ પર તેમના પૈસા ન ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. રફીકનું જણાવે છે કે, આ કપલ તેને 2 લાખ 39 હજાર રૂપિયા આપવાનો ઇનકાર કરી રહ્યું છે. તો બીજી તરફ આ સાથે જ એક્ટ્રેસે રફીકના આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે. અમે ટૂંક સમયમાં અમારું નિવેદન આપીશું: દિવ્યા અગ્રવાલ
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં દિવ્યાએ કહ્યું, 'હું અત્યારે આ મુદ્દા પર વાત કરી શકું તેમ નથી. હું એટલું જ કહેવા માગુ છું કે આ તમામ આરોપો ખોટા છે. અમે અમારા વકીલ સાથે વાત કરી છે. અમે ટૂંક સમયમાં અમારું નિવેદન આપીશું.' આ મારા હકના પૈસા છેઃ બ્રોકર રફીક મર્ચન્ટ
આ સમગ્ર મામલે રફીકે કહ્યું, 'બે વર્ષ પહેલાં દિવ્યા અને તેના પતિ રોકાણ માટે ઘર ખરીદવા માગતા હતા. મેં તેમને મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં આવેલા લોઢા પેલેસમાં ફ્લેટ ખરીદવા માટે મદદ કરી. તેમણે તે ફ્લેટ લગભગ દોઢ વર્ષના ભાડા પર આપ્યો હતો. જો કે, આ બાદ તે લોકોએ આ ફ્લેટ વેચવાનો નિર્ણય કર્યો. મેં તેમને ફ્લેટ લેનાર વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી. અનેક બેઠકો બાદ ડીલ ફાઈનલ થઈ હતી. હવે આ લોકો મને એક ટકાની પણ દલાલી આપવાની ના પાડી રહ્યા છે. વધુમાં બ્રોકરે જણાવ્યું હતું કે, 'જ્યારે મેં દિવ્યાને તેમના ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો, ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેમને નુકસાન ભોગવવાનો વારો આવ્યોછે. તેઓએ મને દરેક પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધો છે. એક ટકા દલાલીના હિસાબે મારા લેણાંની રકમ રૂ. 2 લાખ 39 હજાર છે/ દિવ્યા અને તેનો પતિ આ રકમ ચૂકવવાનીચોખ્ખા શબ્દમાં ના પાડી રહ્યા છે. આ મારા હકના પૈસા છે. નોંધનીય છે કે, દિવ્યા અને અપૂર્વના લગ્ન 20 ફેબ્રુઆરી 2024ના રોજ થયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.