સોનાક્ષીએ શેર કરી અનસીન મોમેન્ટ્સ:પહેલીવાર પોતાને સિંદૂરમાં જોઈને રડી પડી એક્ટ્રેસ, શાહરુખે કપલને મોકલી હતી વૉઇસ નોટ
સોનાક્ષી સિંહાએ 23 જૂને એક્ટર ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી સોનાક્ષી લગ્ન સાથે જોડાયેલી કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત શેર કરી રહી છે. હાલમાં જ એક્ટ્રેસે ફરી એકવાર કેટલીક અનસીન તસવીરોશેર કરી છે. આ તસવીરોમાં સોનાક્ષી અને ઝહીરની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. પહેલો ફોટો શેર કરતી વખતે સોનાક્ષીએ કહ્યું કે લગ્નની દોડ-ભાગમાં ક્લિક થયેલો આ ફોટો હવે તેના ફોનનું વૉલપેપર છે. સોનાક્ષીએ શાહરુખ ખાને મોકલેલી વોઈસ નોટ સાંભળતી વખતે ક્લિક કરેલો ફોટો પણ શેર કર્યો હતો. તેમણે આ ક્ષણને ઝહીર માટે લગ્નના દિવસનો હાઇલાઇટિંગ પોઇન્ટ ગણાવ્યો હતો. સોનાક્ષીએ તે ક્ષણનો ફોટો પણ શેર કર્યો હતો જ્યારે તે પહેલીવાર પોતાને સિંદૂરમાં જોઈને રડી હતી. ચાલો જોઈએ સોનાક્ષીએ શેર કરેલી કેટલીક તસવીરો… સોનાક્ષી સિંહાએ 23 જૂને લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. બંને છેલ્લા 7 વર્ષથી રિલેશનશિપમાં હતા. બંનેએ સોનાક્ષીના બાંદ્રા સ્થિત ઘરે લગ્ન કર્યા હતા. નારાજગીના રિપોર્ટ વચ્ચે શત્રુઘ્ન સિંહાએ લગ્નમાં હાજરી આપી હતી.જોકે સોનાક્ષીનો ભાઈ લવ સિંહા લગ્નમાં ગેરહાજર રહ્યો હતો. ત્યારથી લવ સતત સોશ્યિલ મીડિયા પર સોનાક્ષીના સાસરિયાઓ સાથે અણબનાવના સંકેતો આપી રહ્યો છે. લગ્ન પર ઉઠતા સવાલો જોઈને સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિંહા ગુસ્સે થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે પારિવારિક મુદ્દાઓ પરિવારમાં જ રહેવા જોઈએ. તે તેમના પરિવાર પર હુમલાને ક્યારેય સહન નહીં કરે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.