ક્યારેક માથા સાથે માથું અથડાવે… તો ક્યારેક પગે લાગે…:પત્રકારોને ઝુકીને સલામ કરે, મોદીના પણ પગે પડી જાય… આજકાલ કઇંક અલગ છે નીતિશ કુમારના અંદાજ-એ-બયાં
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વીડિયો આ દિવસોમાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સીએમ નીતિશ કુમાર પુલનું કામ પૂર્ણ ન થવાની સ્થિતિમાં અધિકારીના પગે લાગવાની વાત કરતા જોવા મળે છે. આ વીડિયોને જે લોકોએ પણ જોયો તેઓ આશ્ચર્ય પામ્યા છે. પરંતુ જો છેલ્લાં થોડા સમયની વાત કરીએ તો નીતિશ કુમારના અંદાજ-એ-બયાં કઇંક અલગ જ વ્યક્ત કરે છે. તેઓ ક્યારેક તેમના જ અધિકારીઓના માથા એકબીજા સાથે અથડાવે છે તો અધિકારીઓને પગે લાગવાની વાત કરતા જોવા મળે છે. આજે 10 જુલાઈએ પટનામાં સીએમ નીતિશ કુમાર જેપી ગંગા પથના બીજા ફેઝનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સિક્સ લેનના પ્રોજેક્ટમાં મોડું થવાને લઇને તેઓ મેનેજર શ્રીનાથને ખખડાવા લાગ્યા. ગુસ્સે થતાં તેમણે મેનેજરને કહ્યું કે- તમે કહેતા હો તો હું તમારા પગે પડી જાવ, પરંતુ આ કામ જલ્દી જ કરાવી લો. સીએમ જેવા તેમને પગે પડવા માટે આગળ વધ્યા પથ નિર્માણના ACS પ્રત્યય અમૃત હાથ જોડીને ઊભા રહી ગયા. તેમણે મુખ્યમંત્રીને કહ્યું કે તમે આવું ના કરશો, અમે કામમાં ઝડપ વધારીશું. ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ પણ મુખ્યમંત્રીનો હાથ પકડી લીધો. હવે આખો મામલો 2 તસવીર પરથી સમજો નાલંદામાં પીએમ મોદીની આંગળી તરફ જોઈ રહ્યા હતા
19 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના પ્રવાસે હતા. રાજગીરમાં તેમણે નાલંદા યુનિવર્સિટીના ખંડેર જોયા અને નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે એક રસપ્રદ ઘટના બની. સ્ટેજ પર વડાપ્રધાન મોદીનો હાથ પકડીને મુખ્યમંત્રી નીતિશ કુમાર અચાનક કંઈક જોવા લાગ્યા. પીએમએ તેમની સાથે હસતાં હસતાં વાત કરી અને તેમના સવાલનો જવાબ આપ્યો. આ જોઈને વડાપ્રધાનની સુરક્ષા માટે તૈનાત એસપીજી જવાનો પણ તેમની સામે જોવા લાગ્યા. 18 જૂનના રોજ નીતિશે અશોક ચૌધરીનું માથું ડેપ્યુટી સીએમ સાથે અથડાવ્યું
18 જૂને નીતિશ કુમાર ફરી એકવાર તેમની જૂની સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. સ્વાતંત્ર્ય સેનાની ભૂપેન્દ્ર મંડલને શ્રદ્ધાંજલિ આપવા માટે મુખ્યમંત્રી બિહાર વિધાનસભા સંકુલ પહોંચ્યા હતા. અહીં તેમણે મંત્રી અશોક ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાનું માથું એકબીજા સાથે અથડાવ્યું હતું. આ બધું તેમણે હસીને કર્યું. સીએમ અહીંયા ન અટક્યા. તેમણે મંત્રી અશોક ચૌધરી, મંત્રી પ્રેમ કુમાર અને નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાના માથું પણ એકબીજા સાથે અથડાવ્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર તમામ લોકો હસતા જોવા મળ્યા હતા. નીતિશે દિલ્હીમાં પીએમના ચરણ સ્પર્શ કર્યા હતા
7 જૂને દિલ્હીમાં NDAની બેઠકમાં PM નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 17 નેતાઓએ ભાષણ આપ્યા, પરંતુ સૌથી વધુ ચર્ચા નીતિશની થઈ. નીતિશ કુમાર ભાષણ પછી તરત જ પીએમ પાસે આવ્યા અને તેમના ચરણ સ્પર્શ કરવા લાગ્યા. 3 ફોટામાં જુઓ મોમેન્ટ્સ... 7 નવેમ્બર 2023ના રોજ નીતિશે મંત્રી પર ફૂલ વરસાવ્યા હતા
7 નવેમ્બર 2023ના રોજ સીએમ નીતિશ પોતાના જ કેબિનેટ મંત્રી અશોક ચૌધરીના પિતા મહાવીર ચૌધરીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મહાવીર ચૌધરીને શ્રદ્ધાંજલિ આપવા બદલ અશોક ચૌધરી પર જ ફૂલ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. જોકે, તે પછી JDU તરફથી વિવિધ તર્ક સામે આવવા લાગ્યા હતા. હવે આ વાત પર જીતન રામ માંઝીએ પોતાના ટ્વિટ દ્વારા નીતિશ પર નીશાન સાધ્યું હતું. નીતિશ ગૃહમાં જીતનરામ માંઝી પર ગુસ્સે થયા હતા
જોકે, 9 નવેમ્બર 2023ના રોજ સદનમાં જાતીય ગણતરીના આધાર પર અનામત સંશોધન બિલ પર ચર્ચા થઈ રહી હતી. તેના પર સુપ્રીમો જીતન રામ માંઝી પોતાની વાત સામે રાખી રહ્યા હતા. જેને લઇને પૂર્વ સીએમ માંઝીએ આપત્તિ જણાવી તો નીતિશ લાલઘૂમ થઈ ગયા હતા. તેમણે એવું પણ કહી દીધું કે આમને સીએમ બનાવવા મારી સૌથી મોટી મૂર્ખતા હતી. તે પછીથી સતત જીતન રામ માંઝી તેનો વિરોધ કરી રહ્યા છે. પત્રકારોએ પૂછ્યું નારાજ છો તમે કે શું? નીતિશે આ રીતે નમીને પ્રણામ કર્યા
વિધાનસભામાં સેક્સવાળા નિવેદન પર વિવાદ પછી મુખ્યમંત્રી નીતિશ કુમાર મીડિયા સાથે વાત કરી રહ્યા નહોતા. પત્રકારોએ તેમને સવાલ કર્યો, મુખ્યમંત્રીજી તમે નારાજ છો કે શું? આ પર નીતિશ કમર ઝુકાવીને અને બંને હાથ જોડીને પત્રકારોને પ્રણામ કરીને આગળ વધી ગયા, પરંતુ કોઈ વાત કહી નહીં. બેલી રોડ પર થેયલાં આ કાર્યક્રમમાં મીડિયાની એન્ટ્રી બેન કરી દીધી હતી. પાર્કના બહાર પત્રકારોને રોકી દેવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.