ડિરેક્ટર કબીર ખાન સાથે રેપિડ ફાયર રાઉન્ડ:સલમાનને ખાસ દોસ્ત ગણાવ્યો ; કહ્યું, 'કેટરિના અને કાર્તિક પરિવારના સભ્યો જેવા' - At This Time

ડિરેક્ટર કબીર ખાન સાથે રેપિડ ફાયર રાઉન્ડ:સલમાનને ખાસ દોસ્ત ગણાવ્યો ; કહ્યું, ‘કેટરિના અને કાર્તિક પરિવારના સભ્યો જેવા’


કબીર ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'ની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન લીડ રોલમાં છે. ફિલ્મની સફળતા બાદ કબીરે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે રેપિડ ફાયર રાઉન્ડમાં કેટલાક સવાલોના ખૂબ જ રસપ્રદ જવાબો આપ્યા. તેમણે એ પણ જણાવ્યું કે સલમાન ખાન તેના માટે કેટલું મહત્ત્વ ધરાવે છે. ચાલો કબીર ખાન પાસેથી રેપિડ ફાયર રાઉન્ડ શરૂ કરીએ... સલમાન કબીરનો બેસ્ટ ફ્રેન્ડ છે
કબીર ખાને સલમાન ખાનની 3 ફિલ્મ, 'એક થા ટાઈગર', 'બજરંગી ભાઈજાન' અને 'ટ્યુબલાઇટ'નું નિર્દેશન કર્યું છે. રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન જ્યારે કબીરને સલમાન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું- સલમાન મારા માટે ફ્રેન્ડ ફોર લાઈફ છે. જ્હોન અબ્રાહમ કબીરના પ્રથમ વર્કઆઉટ ગુરુ છે
જ્યારે દિગ્દર્શકને જ્હોન અબ્રાહમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એક્ટરને તેનો પ્રથમ વર્કઆઉટ ગુરુ ગણાવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે કબીરે જ્હોનની ફિલ્મો 'કાબુલ એક્સપ્રેસ' અને 'ન્યૂયોર્ક'નું નિર્દેશન પણ કર્યું છે. દિવંગત એક્ટર ઈરફાન ખાનના વખાણ કર્યા
કબીર ખાને દિવંગત એક્ટરઈરફાન ખાનની પણ પ્રશંસા કરી હતી. કબીરે તેમને પોતાની પ્રેરણા ગણાવી. કબીરે કહ્યું- કેટરીના અને કાર્તિક પરિવારના સભ્યો જેવા છે
કબીરે કેટરિના કૈફ સાથે ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન તેમને ​​​​કેટરીનાને પરિવારની એક અગત્યની વ્યક્તિ ગણાવી હતી. કબીરે કાર્તિક આર્યનને પરિવારનો સભ્ય પણ કહ્યો હતો. 'રણવીર સાથે કામ કરવું રોમાંચથી ભરેલું છે'
કબીરે રણવીર સિંહની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે રણવીર સાથે કામ કરવું રોમાંચથી ભરેલું છે. રણવીરની ફિલ્મ '83'નું નિર્દેશન કબીર ખાને કર્યું છે. કબીર ડોક્યુમેન્ટ્રી નહીં પણ ફિલ્મ બનાવવા માંગે છે
કબીરને આગળ પૂછવામાં આવ્યું કે શું તેને ફિલ્મો કે ડોક્યુમેન્ટ્રીનું નિર્દેશન કરવું ગમે છે? જવાબમાં તેણે કહ્યું- ડોક્યુમેન્ટ્રીએ મને ઘણું શીખવ્યું છે. પરંતુ અત્યારે મારું ધ્યાન ફિલ્મો બનાવવા પર છે. આ દરમિયાન કબીરે કહ્યું કે તે કોઈ ક્લાસિકલ ફિલ્મની રીમેક કરવા નથી માગતો. તેમનું માનવું છે કે આવા મુદ્દાઓ પર વિવાદો ઉભા થાય છે. કબીરે કહ્યું, મારી કોઈ મનપસંદ ફિલ્મ નથી
કબીરને તેની મનપસંદ ફિલ્મ વિશે પણ પૂછવામાં આવ્યું હતું. આના જવાબમાં ડિરેક્ટરે કહ્યું- મારી કોઈ મનપસંદ ફિલ્મ નથી. સમય સાથે પસંદગીઓ બદલાતી રહે છે. પરંતુ બાળપણમાં મને સૌથી વધુ પ્રભાવિત કરનાર ફિલ્મ 'ગાંધી' ફિલ્મ હતી. ભવિષ્ય જાણવાની ઈચ્છા વ્યક્ત કરી
કબીરે રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન કહ્યું કે જો તેને ટાઈમ મશીનમાં જવાનો મોકો મળે તો તે જાણવા માગશે કે ભવિષ્યમાં શું થવાનું છે. કબીરે નેશનલ એવોર્ડ અને બોક્સ ઓફિસ ઉપર પણ વાત કરી હતી
કબીરને પૂછવામાં આવ્યું કે તેઓ કોને વધુ મહત્ત્વ આપે છે: બોક્સ ઓફિસ અને નેશનલ અવૉર્ડ? જવાબમાં તેમણે કહ્યું- મને નેશનલ આવ અવૉર્ડ મળ્યો છે. મારી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરે છે. હું બેમાંથી પસંદ કરી શકીશ નહીં. હા, હું ચોક્કસપણે કહીશ કે જો બંને વસ્તુઓ એક જ સમયે જોડવામાં આવે તો તે કેક પર આઈસિંગ હશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.