'પત્નીના ત્યાગને સમજો...':તલાક બાદ પણ મુસ્લિમ મહિલા ભરણપોષણ મેળવવા હકદાર હોવાનો સુપ્રીમનો આદેશ, ભારતીય પુરુષોને શું આપી સલાહ? - At This Time

‘પત્નીના ત્યાગને સમજો…’:તલાક બાદ પણ મુસ્લિમ મહિલા ભરણપોષણ મેળવવા હકદાર હોવાનો સુપ્રીમનો આદેશ, ભારતીય પુરુષોને શું આપી સલાહ?


સુપ્રીમ કોર્ટે બુધવારે (10 જુલાઈ) કહ્યું કે તલ્લાક લીધા બાદ પણ મુસ્લિમ મહિલા CrPCની કલમ 125 હેઠળ તેના પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. મહિલા આ માટે અરજી કરી શકે છે. જસ્ટિસ બીબી નાગરત્ના અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે મુસ્લિમ યુવકની અરજીને ફગાવી દેતા આ આદેશ આપ્યો હતો. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું- અમે અપીલને એ નિષ્કર્ષ સાથે ફગાવી રહ્યા છીએ કે CrPCની કલમ 125 માત્ર પરિણીત મહિલાઓને જ નહીં પરંતુ તમામ મહિલાઓને લાગુ પડશે. બેન્ચે પૂછ્યું કે શું અરજદારે અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન પત્નીને કંઈ ચૂકવ્યું હતું? તેના પર અરજીકર્તાએ કહ્યું- 15,000 રૂપિયાનો ડ્રાફ્ટ ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ પત્નીએ લીધો ન હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું, કે મુસ્લિમ મહિલાઓ તેમના પતિ પાસેથી ભરણપોષણના કાયદાકીય અધિકારનો ઉપયોગ કરી શકે છે. તે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 હેઠળ આના સંબંધિત પગલાં લઈ શકે છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે મહિલાઓને પોતાના ભરણપોષણનો અધિકાર છે. આવા અધિકારો સમક્ષ ધર્મ ન આવવો જોઈએ. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે આ કલમ તમામ પરિણીત મહિલાઓને લાગુ પડે છે. ભલે તેમનો ધર્મ ગમે તે હોય. તેથી મુસ્લિમ મહિલાઓ પણ આમાં આવે છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે હવે પુરુષ પોતાની હાઉસવાઈફ માટે પોતાની સાથે એક સંયુક્ત ખાતું ખોલાવે અને સાથે જ પત્નીને એક એટીએમ કાર્ડ અપાવીને તેની નાણાકીય જરૂરિયાતોમાં મદદ પણ કરે. મુસ્લિમ મહિલાઓના ભરણપોષણના કાયદાકીય અધિકાર પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ભારતીય પુરુષોએ પરિવાર માટે ગૃહિણીની ભૂમિકા અને તેના ત્યાગને ઓળખવા જોઈએ. જાણો શું છે CrPCની કલમ 125
ક્રિમિનલ પ્રોસિજર (CrPC)ની કલમ 125માં ભરણપોષણની જોગવાઈ છે. આ મુજબ, કોઈપણ વ્યક્તિ કે જેની પાસે પોતાનું ભરણપોષણ કરવા માટે પૂરતું સાધન છે તે તેની પત્ની, બાળકો અને માતાપિતાને ભરણપોષણ આપવાનો ઇનકાર કરી શકે નહીં. CrPCની કલમ 125માં પત્નીની વ્યાખ્યા
પત્ની કોઈપણ ઉંમરની હોઈ શકે છે - સગીર અથવા પુખ્ત. કલમ 125માં પત્નીનો અર્થ કાયદેસર રીતે પરિણીત સ્ત્રી થાય છે. લગ્નની માન્યતા વ્યક્તિગત કાયદાઓ દ્વારા નિયંત્રિત હશે. જો કાયદેસર રીતે માન્ય લગ્નની હકીકત વિવાદિત હોય, તો અરજદારે લગ્ન સાબિત કરવા આવશ્યક છે. એકબીજાને હાર પહેરાવીને કરાયેલાં લગ્નો અમાન્ય જાહેર કરાયાં હતાં. આ ત્રણ કારણોસર પત્ની ભથ્થાને હકદાર નથી બોમ્બે હાઈકોર્ટે કહ્યું- મુસ્લિમ પતિએ આખી જિંદગી છૂટાછેડા લીધેલી પત્નીની જવાબદારી ઉઠાવવી પડશે
આ વર્ષે જાન્યુઆરીમાં અન્ય એક કેસની સુનાવણી કરતી વખતે, બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે - તલાક લીધેલી મુસ્લિમ મહિલા ફરીથી લગ્ન કરે તો પણ તે તેના પૂર્વ પતિથી મુસ્લિમ મહિલા અધિકાર સંરક્ષણ અધિનિયમ (Muslim Women Protection of Rights on Divorce Act 1986, MWPA) હેઠળ ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. TOI અનુસાર, જસ્ટિસ રાજેશ પાટીલની સિંગલ બેન્ચે કહ્યું- તલાકની હકીકત પત્ની માટે કલમ 3(1)(A) હેઠળ ભરણપોષણનો દાવો કરવા માટે પૂરતી છે. આ સાથે, કોર્ટે પૂર્વ પત્નીને એકસાથે ભરણપોષણ આપવાના બે આદેશો પર પતિના પડકારને ફગાવી દીધો. કોર્ટે પતિને તેની પૂર્વ પત્નીને 9 લાખ રૂપિયાનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે. અગાઉ પણ સુપ્રીમ કોર્ટ ગૃહિણીઓ પર ટિપ્પણી કરી છે
ગૃહિણીઓને લઈને સુપ્રીમ કોર્ટ અગાઉ પણ આવી જ ટિપ્પણી કરી ચૂકી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં એક અલગ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગૃહિણીઓના મહત્ત્વ પર પણ ટિપ્પણી કરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે એક ગૃહિણીની ભૂમિકા નોકરિયાત પરિવારના સભ્ય જેટલી જ મહત્ત્વની છે. ગૃહિણીનું મહત્ત્વ ક્યારેય ઓછું ન આંકવું જોઈએ. આ સમાચાર પણ વાંચો... તલાક લેવા માટે મુસ્લિમ મહિલાઓએ ફેમિલી કોર્ટમાં જવું જોઈએ: મદ્રાસ હાઈકોર્ટે કહ્યું - શરિયત કાઉન્સિલ, ન તો કોર્ટ કે ન મધ્યસ્થી, તલાકનું સર્ટિફિકેટ આપી શકે નહીં. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે તેણે મુસ્લિમ મહિલાઓના તલાક મામલે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે શરિયત કાઉન્સિલ ન તો કોર્ટ છે કે ન તો મધ્યસ્થી, તેથી તેઓ તલાકને પ્રમાણિત કરી શકે નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.