વડનગર વિષ્ણુ પુરી તળાવ તથા કોઠા તળાવ લીલી જાળી મારતાં પ્રજાજનો રોષ ભભુકી ઉઠયો
વડનગર વિષ્ણુ પુરી તળાવ તથા કોઠા તળાવ લીલી જાળી મારતાં પ્રજાજનો રોષ ભભુકી ઉઠયો
વડનગર માં મામલતદાર કચેરી ની સામે તથા અંબાજી મંદિર ના સામે આવેલું વિષ્ણુ પુરી તળાવ તથા કોઠા તળાવ ને આજુબાજુ કિનારે લીલી જાળી મારી ને બંધ કરી દીધું છે. અને વડનગર માં 22 તળાવ ની વાત કરવા મા આવે છે. પરંતુ પશુપાલન કરતાં હોય ત્યારે ભેંસ ગાયો ને પાણી પીવા માટે તથા સ્નાન કરવા માટે તળાવ ખોદાવવા માં આવે છે. પણ વડનગર માં વિષ્ણુ પુરી તળાવ તથા કોઠા તળાવ માં લીલા કલરની જાળી મારી દીધી છે. તો પશુ પાલન લોકો ને ભેંસ ને પાણી તથા સ્નાન માટે કે ચરવા માટે શું બંધ કરી દે છે. તો દૂધ ની બનાવટો ચા કોફી જેવી ચીજવસ્તુ ક્યાં થી લાવશે વડનગર એક ગામડું છે અને પશુપાલન ખેતી છે . તો વિનાશ કરી ને વિકાસ કરવો તે યોગ્ય કહેવાય ખરાં??
તળાવ વાવ કુવા ઓ કેમ ખોદવવા માં આવતાં હતાં કારણ કે પશુ પક્ષી તથા માનવી પોતે તળાવ માં સ્નાન કરી શકે અને અને પાણી પી શકે સંસ્કાર સંસ્કૃતિ ની મોટી મોટી વાતો કરે છે. પરંતુ પશુપાલન અને ખેતી એ આપણા દેશની મોટી દેને છે.પણ સરકાર અને વહીવટી તંત્ર પોતાના સ્વાર્થ માટે વડનગર ના તળાવ માં પશુ ઓને પાણી સ્નાન કરવા માટે તળાવ હોય છે.પરંતુ આજે તળાવ માં લીલા કલરની જાળી મારી દીધી છે. કુદરત વિરુદ્ધ માં જાય તો શું?? વહીવટી તંત્ર અને સરકાર શું આ બાબત માં ધોર નિદ્રાધીન અવસ્થામાં જાગૃત થશે કે ક્યારે જાગશે ??????? પશુપાલન કરતી પ્રજાજનો ખૂબ જ ચિંતિત અને પરેશાન છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.