રેડકોર્સ અને સક્ષમ સુરત નાં સહયોગ થી પ્રાથમિક સારવાર તાલીમ યોજાય
સુરત. રેડક્રોસ ચોર્યાસી બ્રાન્ચ દ્વારા સક્ષમ સુરત ના સહયોગ થી દિવ્યાંગો માટે પ્રાથમીક સારવાર ની તાલીમ નું આયોજન દિવ્યાંગ માટે ગુજરાત સરકાર માર્ગ પરીવહન વિભાગ દ્વારા હાલ કંડક્ટર ભરતી પ્રક્રિયાના ભાગરૂપે અરજી કરવાની ગતીવીધી કાર્યરત છે ત્યારે બસ કંડક્ટર માટે ફરજિયાત એવું પ્રાથમિક સારવાર ( ફસ્ટ એડ)ની તાલીમ અને સર્ટીફિકેટ માટે કતારગામ જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ શેરહોલ્ડર્સ એસોસિએશન હોલ, સુરત ખાતે ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા શાખા દ્વારા તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. પ્રફુલ્લભાઈ શિરોયા ચેરમેન ઇન્ડીયન રેડકોસ સો. ચોર્યાસીશાખા સક્ષમ ઉપાઘ્યક્ષ ગુજરાત પારન્ત પ્રમુખ લોકદષ્ટી ચક્ષુબેંક & રેડ કોસ બલ્ડ બેંક કમાન્ડન્ટ સુરત શહેર હોમ ગાર્ડઝ દિનેશભાઈ.જોગાણી આભર આઈ કેર ચશ્મા ઘર, ઉપ પ્રમુખ રેડકોસ બલ્ડ બેન્ક ચક્ષુ બેંન્ક ઉપાઘ્યક્ષ સક્ષમ સુરત મહાનગર મનહરભાઈ ચૌહાણ ઉપાઘ્યક્ષ સક્ષમ સુરત મહાનગર વિજયભાઈ દેસાઈ પ્રમુખ પરેશભાઈ લાપસીવાલા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ શેરહોલ્ડર્સ એસોસિએશન હાજર રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું તેમજ તેમને રક્તદાન,નેત્રદાન,દેહદાન અને સરકારી યોજનાઓ ના વિવિધ પ્રકારે લાભ મેળવવા માટે ઉત્સાહિત કર્યા હતા.આ તાલીમ વર્ગોમાં તાલીમાર્થીઓને પ્રાથમીક સારવાર એટલે કે જ્યારે કોઈ અચાનક બીમાર થઈ જાય કે અકસ્માતે ઈજા પામે ત્યારે કેવી રીતે તાત્કાલિક ધોરણે પ્રથમ સહાય કરી શકાય તે બાબતે પ્રેક્ટીકલ ડેમોન્સ્ટ્રેશન અને પ્રેક્ટીસ દ્વારા વિષય ને રસપુર્વક રીતે શીખી રહ્યા છે. જે ભવિષ્યમાં સરકારી બસના કંડક્ટર તરીકે અથવા સક્ષમ નાગરીક તરીકે માનવસેવામાં મદદરુપ થશે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.