બાલાસિનોર વૃક્ષારોપણ દ્વારા જન્મદિવસની ઉજવણી.લાયન્સ ક્લબની પર્યાવરણલક્ષી પહેલ.
બાલાસિનોર: વર્તમાન સમય વધુ વૃક્ષો વાવો અને પર્યાવરણનું જતન કરો એ હેતુથી પર્યાવરણના જતન માટે જન્મદિનની ઉજવણી વૃક્ષારોપણ દ્વારા કરવાની ઉમદા પહેલ લાયન્સ ક્લબ બાલાસિનોરે કરી છે.
લાયન્સ ક્લબ બાલાસિનોર દ્વારા લા.હેતલભાઈ પરીખના પુત્ર મહર્ષિ પરીખના જન્મદિન પ્રસંગે વેરાસા પ્રાથમિક શાળામાં મહાત્મા ગાંધી ટ્રસ્ટના પ્રમુખ અનુબેન શેઠ અને લા. પ્રવીણભાઈ સેવકની ઉપસ્થિતિમાં વિવિધ છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી સમીરભાઈ શેખના જન્મદિન પ્રસંગે એજ્યુકેશન કેમ્પસમાં વિવિધ વૃક્ષોનું સમીરભાઈ શેખના હસ્તે કેમ્પસમાં આવેલ વિવિધ શાળા- કોલેજોના આચાર્ય,શિક્ષકો અને વિદ્યાર્થીઓ, લાયન્સ પ્રમુખ બીપીનભાઈ પટેલ, લા. પ્રવીણભાઈ સેવક,લા.રુચિર ઉપાધ્યાય,લા.યુસુફભાઈ ચોકસીની ઉપસ્થિતિમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાલાસિનોની મોડલ સ્કૂલના આચાર્ય ગીતાબેન સોલંકીના જન્મદિન પ્રસંગે શાળા પરિવાર અને લાયન્સ દ્વારા શાળા સંકુલમાં આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ લા.રુચિર ઉપાધ્યાય,લા.પ્રવીણભાઈ સેવકની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી જન્મદિવસની પ્રયવર્ણલક્ષી ઉજવણી કરવામાં આવી હતી.વન વિભાગની આલેલા નર્સરી દ્વારા વૃક્ષારોપણના તમામ છોડ આપવામાં આવ્યા હતા. તેમજ વૃક્ષરોપણ કરાયેલ છોડની માવજત માટે સૌ પ્રયત્નશીલ રહેશે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.