પિતા ચા પીવા ગયા’ને બે વર્ષનો બાળક ચોથા માળેથી પટકાયો:મોત - At This Time

પિતા ચા પીવા ગયા’ને બે વર્ષનો બાળક ચોથા માળેથી પટકાયો:મોત


શહેરનાં વગડ ચોકડી પાસે રાધે પાર્કમાં રહેતાં અને ત્યાજ કામ કરતાં પરપ્રાંતિય શ્રમિક પરિવારનું બે વર્ષનું બાળક ચોથા માળેથી પટકાતાં મોત નિપજ્યું હતું. પિતા બિલ્ડિંગમાંથી ચા પીવા નીચે ગયા ત્યારે બનાવ બન્યો હતો.
બનાવની વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના અને હાલ રાજકોટમાં મવડીથી આગળ વગડ ચોકડી પાસે રાધે પાર્કમાં રહેતાં વિક્રમભાઈ ભુરીયા આજે તેઓ ત્યાં જ બિલ્ડિંગમાં ચોથા માળે કામ કરતાં હતાં. બાદ તેઓ ચા પીવા નિચે ગયાં હતા. ત્યારે બિલ્ડિંગના ચોથા માળે રહેલ તેમનો બે વર્ષનો બાળક વનરાજ ભુરીયા ચોથા માળેથી પટકાતાં તાકીદે બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા બાળકે દમ તોડી દિધો હતો. બાળકનાં મોતથી શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. તેઓ એક વર્ષ પહેલાં રાજકોટમાં પેટ્યું રેડવા આવ્યાં છે. અને હાલ 15 દિવસથી તેઓ અહી બાંધકામ સાઈટમાં કામ કરતા હતા. બાળક ત્રણ ભાઈ અને બે બહેનમાં સૌથી નાનો હતો. બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસને જાણ થતાં તુરંત દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.