હિંમતનગર પાલિકાએ શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી ઊજવણી કરી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા દ્વારા શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત શનિવારે સાબરકાંઠાના સાંસદ અને પાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સાંસદ શૌભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ વિવિધ વિપક્ષોને એક કરીને જવાહરલાલ નહેરુની સરકાર વખતે વિપક્ષમાં બેઠા હતા. સમગ્ર દેશમાં એક જ કાયદા કાનૂન હોય તેવું સ્વપ્ન જોનાર મહાન નેતા શ્યામાપ્રસાદ મુખરજીના સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટાવી સાકાર કર્યુ છે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખ યતિનાબેન મોદી, કનુભાઈ પટેલ, કૌશલ્યા કુંવરબા, મહેન્દ્રસિંહ બારૈયા, પાલિકા સદસ્યોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.