પ્રથમ વેક્સિન:ડેન્ગ્યૂથી બચાવતી દેશી વેક્સિન તૈયાર, માનવ ઉપર ટ્રાયલ શરૂ - At This Time

પ્રથમ વેક્સિન:ડેન્ગ્યૂથી બચાવતી દેશી વેક્સિન તૈયાર, માનવ ઉપર ટ્રાયલ શરૂ


દેશભરમાં દર વર્ષે ડેન્ગ્યૂમાં હજારોની સંખ્યામાં લોકો ભોગ બને છે. એમાંથી કેટલાકનાં મોત પણ થાય છે. હવે તેનાથી બચવા માટેની દેશી વેક્સિન તૈયાર થઇ ગઇ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ની દેખરેખ નીચે દેશમાં ડેન્ગ્યૂની પ્રથમ વેક્સિન વિકસિત કરવામાં આવી છે. જેને પૈનેસિયા બાયોટેક લિમિટેડે બનાવી છે. ડ્રગ કન્ટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ તેને પશુઓ ઉપરના પરીક્ષણ બાદ માનવ ઉપર પરીક્ષણની મંજૂરી આપી છે. આ વેક્સિનનો એક ડોઝ જ ડેન્ગ્યૂથી બચવા માટે પર્યાપ્ત છે. વેક્સિનના 2 ટ્રાયલ થઇ ચૂક્યા છે. ત્રીજો ક્લિનિકલ ટ્રાયલ પટણાના રાજેન્દ્ર મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (આરએમઆરઆઈ) સહિત દેશનાં 20 કેન્દ્ર પર એક સાથે થશે. ડેન્ગ્યૂથી બચવા માટે 2 વિદેશી વેક્સિન ઉપલબ્ધ છે. અમેરિકાની ડેંગ્રેસિયા વેક્સિન આશરે 60 ટકા અને બ્રાઝિલની ટેક 003 લગભગ 70 ટકા સુધી કારગર છે. જ્યારે ટ્રાયલ બાદ જાણવા મળશે કે દેશી વેક્સિન કેટલી કારગર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.