બાલાસિનોરમાં મામલતદારે ફાયર સેફ્ટીને લઈ મિલકતો સીલ કરી અને ખોલી પણ દીધી
મહીસાગર બાલાસિનોર નગર અને હાઈવે વિસ્તારમાં મામલતદાર દ્વારા રોફ જમાવવા એકાએક રાજકોટ ગેમજોનમાં અગ્નિકાંડ બાદ એકાએક ફાયરસેફટી અને અન્ય ખામીઓના પગલે બાલાસિનોર નગર અને હાઈવે પાર આવેલી હોટલો અને દુકાનો સાથે ગોડાઉન પર મામલતદાર દ્વારા રેડ કરી તાપસ હાથ ધરવામાં આવી હતી જે બાદ વિશેષ ખામીઓ દેખાતા ૨૩ જેટલા એકમો સીલ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે મામલતદાર દ્વારા ૯ એકમો શરતી હુકમે ખોલી દેતા નગરમાં ચર્ચાએ જોર પકડયું છે .બાલાસિનોર નગર અને હાઇવે પર આવેલા ૨૩ એકમો પૈકી હોટલો, દુકાનો, ગોડાઉન પર મામલતદાર દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી
હતી. જેમાં મોટાભાગની હોટલોમાં રાંધણગેસના બોટલો સહીત ફૂડ વિભાગની મંજૂરીના હોવી એન. એ.,નગર નિયોજન નકશો ના હોવો, રેખા નિયંત્રણ સહીત ના હોવી,એન.એ જમીન વગર દુકાનો બાંધવી સહીત અનેક ખામીઓના કારણે તાતકાલિક મામલતદારની ટિમ દ્વારા સીલ મારી દેવામાં આવ્યા હતા જયારે બાલાસિનોર મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જાહેર હિતને લઈને આકાશ હોટલ,આશીર્વાદ હોટલ ,ઉમા ટ્રેડર્સ,કપાસ ગોડ ગોડાઉન,
ગણપતિ કપાસ ગોડાઉન, ફ્રેન્ડ સ્ટીલ,ભારત બેટરી,મિસ્ત્રી એજન્સીનું ગોડાઉન,અંબર હોટલ વિગેરે એકમો ખોલી દેવામાં આવ્યા છે જે એકમો પૈકી ઉમા ટ્રેડર્સ ,કપાસ ગોડ ગોડાઉન, ગણપતિ કપાસ ગોડાઉન ફ્રેન્ડ સ્ટીલ,ભારત બેટરી,મિસ્ત્રી એજન્સીનું ગોડાઉન એકમોમાં એન. એ પરવાનગી વગર ખોલી આપવામાં આવ્યા છે મામલતદાર દ્વારા ખોલી આપવામાં આવેલા હુકમમાં પણ જાહેર હિત શબ્દનો ઉપયોગ કરી નિયમો નેવે મૂકી એકમો વહીવટ લઈને ખોલી આપવામાં આવ્યો હોવાની વાત બાલાસિનોર નગર વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બની છે સમગ્ર બાબતે બાલાસિનોર મામલદાર રાજેંદ્રસિંહી વાઘેલાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ૯ એકમો ખોલવામાં આવ્યા છે
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.