જામળા અને આસપાસના વિસ્તારોમાં ૧૦૦૮ બિલ્વવૃક્ષ વાવવાનો જામળા સરપંચશ્રીએ નિર્ધાર કર્યો ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાના હસ્તે બિલ્વવૃક્ષ વાવી અભિયાનની શરૂઆત કરી - At This Time

જામળા અને આસપાસના વિસ્તારોમાં ૧૦૦૮ બિલ્વવૃક્ષ વાવવાનો જામળા સરપંચશ્રીએ નિર્ધાર કર્યો ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાના હસ્તે બિલ્વવૃક્ષ વાવી અભિયાનની શરૂઆત કરી


જામળા અને આસપાસના વિસ્તારોમાં ૧૦૦૮ બિલ્વવૃક્ષ વાવવાનો જામળા સરપંચશ્રીએ નિર્ધાર કર્યો
*******
ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાના હસ્તે બિલ્વવૃક્ષ વાવી અભિયાનની શરૂઆત કરી
********

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના જામળા ખાતે સરપંચશ્રી મહેન્દ્રસિંહ રાઠોડ ૧૦૦૮ બિલ્વવૃક્ષ વાવવાનો નિર્ધાર કર્યો છે. આ નિર્ધારને પૂર્ણ કરવા માટે ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલાના હસ્તે બિલ્વ વૃક્ષના છોડનું વાવેતર કરાયું.
હિંદુ ધર્મમાં બિલ્વ વૃક્ષનું અનેરૂ મહત્વ છે. બિલ્વ વૃક્ષના પાન ભગવાન શિવને અત્યંત પ્રિય છે. તેમજ આ વૃક્ષમાં અનેક ઔષધિય ગુણ છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને બિલ્વ પત્ર ચઢાવામાં આવે છે જેનાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. બિલ્વ વૃક્ષના ફળ પણ ખુબ જ ઉપયોગી છે. બિલ્વ વૃક્ષ વાવવાથી અને તેનો ઉછેર કરવાથી અનેક પ્રકારના પુણ્ય પ્રાપ્ત થાય છે.
આ પ્રસંગે અગ્રણી શ્રી જેઠાલાલ પટેલ, પ્રવીણભાઇ પટેલ, રાજેંદ્રસિંહ પઢીયાર, યુવરાજસિંહ રાઠોડ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.