બાળકોએ કરનને પ્રશ્ન પૂછ્યો, ‘અમારી મમ્મી કોણ છે?’:ફિલ્મમેકરે કહ્યું, ‘હું આવા સવાલોથી મુશ્કેલીમાં પડી જાઉં છું’; 2017માં સરોગસીથી પિતા બન્યો હતો
બોલિવૂડ ફિલ્મમેકર કરન જોહર સિંગલ પેરેન્ટ છે. 2017માં તે સરોગસી દ્વારા બે જોડિયા બાળકોના પિતા બન્યો હતો. તેમના નામ યશ અને રૂહી છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરને બંને બાળકોને એકલા હાથે ઉછેરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે સિંગલ પેરેન્ટ બનવું સરળ નથી. કરને કહ્યું, 'બાળકો પૂછે છે કે અમારી મા કોણ છે?'
કરને કહ્યું કે હવે બાળકો તેમની માતાનું નામ પૂછે છે. કરણે કહ્યું, 'અમારો મોડર્ન પરિવાર છે. કેટલીક વિચિત્ર પરિસ્થિતિઓ ઊભી થાય છે જેમ કે બાળકો પૂછે છે - અમે કોના ગર્ભમાંથી જન્મ્યા છીએ. મમ્મા અમારી રિયલ મમ્મા નથી, તે દાદી છે. હું આ પરિસ્થિતિનો સામનો કરવાનો માર્ગ શોધવા માટે કાઉન્સેલર પાસે જઈ રહ્યો છું. આ વાત બિલકુલ સરળ નથી. પેરેન્ટીંગ બિલકુલ સરળ નથી. બાળકોને કોઈપણ વાતમાં ટોકવામાં ડર લાગે છે
કરને એ પણ કહ્યું કે તે પોતાના બાળકોને કોઈપણ બાબતમાં અટકાવતા ડરે છે. કરને કહ્યું, 'જ્યારે હું મારા પુત્રને ઘણી બધી ખાંડવાળી વસ્તુઓ ખાતા જોઉં છું, ત્યારે મને તેના વધતા વજનની ચિંતા થાય છે. હું તેને કંઈ કહી શકતો નથી કારણ કે આ બાળકોની ઉંમર છે જ્યારે તેઓ જીવનનો ખુલ્લેઆમ આનંદ માણી શકે છે. ઘણી વખત મેં તેમને અટકાવ્યા પણ પછી મને ખરાબ લાગ્યું અને હું તેની માફી માગું છું. હું ફક્ત તેને ખુશ જોવા માગુ છું. હું ઈચ્છું છું કે મારો પુત્ર અને પુત્રી ભવિષ્યમાં પોતાના નિર્ણયો જાતે લે. બાળકોના ઉછેરમાં માતા કરનને સાથ આપે છે કરન જોહર 2017માં સરોગસી દ્વારા જોડિયા બાળકોનો સિંગલ પિતા બન્યો હતો. 40 વર્ષની ઉંમરે ફિલ્મ નિર્માતાએ તેમની માતાને કહ્યું હતું કે તે લગ્ન કરવા નથી માગતો પરંતુ તે પિતા બનવા માંગે છે. આ પછી યશ અને રૂહીનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. કરનની માતા તેને તેના બાળકોના ઉછેરમાં સાથ આપે છે. કરન જોહરના આગામી પ્રોજેક્ટ્સ
હાલમાં કરન જોહરના બેનર હેઠળ ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. જેમાં 'જીગરા' અને 'સી શંકરન નાયર'નો સમાવેશ થાય છે. 2023માં કરન જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' રિલીઝ થઈ હતી જે હિટ રહી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.