વીરપુર ડેભારી રસ્તા પર ચાલતા પુલ ના કામમાં વ્યાપક પ્રમાણમાં ચાલતો ભ્રષ્ટાચાર... - At This Time

વીરપુર ડેભારી રસ્તા પર ચાલતા પુલ ના કામમાં વ્યાપક પ્રમાણમાં ચાલતો ભ્રષ્ટાચાર…


કે. આર. પટેલ કંપની દ્વારા ચાલતા પુલના કામમાં વેઠ....

અનોખો પુલ :પથ્થર લાકડા અને પ્લાસ્ટિક ની ખાલી થેલીઓ થી બનતો પુલ નહિ જોયો હોય...આ પુલ નું આયુષ્ય કેટલું ?????

મહીસાગર જિલ્લાના વીરપુર ડેભારી મુખ્ય રસ્તા પર બારોડા ખાતે ચાલતા પુલ ના કામમાં ભ્રસ્ટાચાર આચર્યા ની બૂમો ઉઠવા પામી છે,ત્યારે, સી.સી વર્ક માં સિમેન્ટની ખાલી પ્લાસ્ટિકની થેલીઓ અને લાકડા વપરાતા મસમોટા ગાબડાંએ ભ્રસ્ટાચાર ની પોલ ખોલી નાખી છે ત્યારે
આ અગાઉ મહીસાગર જિલ્લા માં ઘણા પુલ બેસી જવાની અને તુંટી જવાની ઘટનાઓ પણ બની છે, ત્યારે આ પુલ મોતનો પુલ સાબિત થાય તો નવાઈ નહિ,વહીવટી તંત્ર ઘોર નિંદ્રા માં હશે કે પછી અધિકારીઓ ની મિલિભગત ? તે પણ એક મોટો સવાલ છે, સરકારી બાબુઓ AC ઓફિસ છોડવા તૈયાર નથી સરકારી બાબુઓને પુલના કામમાં રસ હશે કે મલાઈમાં ??? પુલ બન્યા બાદ કોઈ અકસ્માત સર્જાય પછી પુલની ચકાસણી કરવામાં આવશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે,હલ્કી ગુણવત્તાનું નબળા પ્રકારનું RCC વર્ક થઇ રહ્યું છે, સ્થળ પર કોઈ અધિકૃત એન્જીનિયર્સ કે કંપની ના કોઈ નિષ્ણાંત સુપરવાઈઝર ફરકલું મારવા પણ તૈયાર નથી તેવી સ્થાનિકોની ફરિયાદો ઉઠવા પામી છે ,અધિકૃત એન્જીનીયર્સ ની ઘેરહાજરીમાં આર સી.સી વર્ક કરવામાં આવતું હોવાની વિગતો બહાર આવી છે,ત્યારે આર.સી. સી વર્કમાં પડતા કઢ઼ગી ગાબડાએ વાઈબ્રેટર સાથેનો નાતો તોડ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે,ભૂખરા કલરના આર.સી.સી વર્ક ના ગાબડાંએ સિમેન્ટ સેવિંગની પોલ ખોલી નાખી છે,આ કન્ટ્રકશન કોઈ સરકારી બાબુની દેખરેખ હેઠળ ચાલતું હશે કે ?? ક્વોલિટી કંટ્રોલ વિભાગ દ્વારા કુયબ ટેસ્ટિંગ કરવામાં આવતું હશે કે પછી ફક્ત કાગળ પર જ ફોર્માલિટી તેવા પણ તર્ક વિતર્ક થઇ રહ્યા છે,દિવાલો ના ફુટિંગમાં મસમોટી તિરાડો અને ગાબડાં પડી ગયેલા જોવા મળે છે ગાબડાં છુપાવવા સિમેન્ટનું લીપણ કરી ઢોકપીંછોડો કરવામાં આવે છે, સેન્ટ્રીન્ગ પ્લેટો સાફ સફાઈ કે ઓઇલ વગર કોરી ધાગડ હોવાથી ગાબડાં પડવાની વધુ શક્યતાઓ સેવાઈ રહી છે,ત્યારે દીવાલોના તાજા ભરાઈ કામની પોલ છુપાવવા તત્કાલીન માટી પુરાણ કરી દબાવી દેવાય છે,સિમેન્ટ માટી સાથે ભળે તો પુલની સ્ટ્રેન્થ ઘટે તો મોતનો પુલ સાબિત થાય તો નવાઈ નહી.
કે.આર. પટેલ કંપની પર કોની રહેમનજર હશે ?? તેવા અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે અનેક લોકોની લાગણી સાથે માંગણી છે કે તત્કાલીન આ કામગીરી ને રોકવામાં આવે અને તેની યોગ્ય ચકાસણી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે..

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.