ધામળેજ ગામની મુલાકાત લેતા નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ ———- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બેન્ક, આંગણવાડીની મુલાકાત લઇ ગામ લોકોના પ્રશ્નો સાંભળ્યા
ધામળેજ ગામની મુલાકાત લેતા નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ
----------
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બેન્ક, આંગણવાડીની મુલાકાત લઇ ગામ લોકોના પ્રશ્નો સાંભળ્યા
----------
સરકારી અને જાહેર જગ્યાઓએ થયેલા દબાણો લોકો સ્વૈચ્છિક રીતે દૂર કરે – નિવાસી અધિક કલેક્ટર
ગીર સોમનાથ તા.૬, ગીર સોમનાથના અધિક કલેક્ટર શ્રી રાજેશ આલે આજે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એન.એમ.તરખલાએ સૂત્રાપાડા તાલુકાના ધામળેજ ગામની મુલાકાત લઇને ગામમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
શ્રી આલે આંગણવાડી, પ્રાથમિક શાળા, ભારતીય સ્ટેટ બેન્ક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપલબ્ધ સુવિધાઓ વિશેની જાણકારી મેળવી હતી. તેઓએ ગ્રામ પંચાયત ખાતે ગામ લોકોના પ્રશ્નો સાંભળી તેનું સત્વરે નિરાકરણ આવે તે દિશાના પગલા લેવા હૈયાધારણ આપી હતી.
તેમણે ગામ લોકોને જાહેર રસ્તા તથા સરકારી જગ્યાઓ ઉપર થયેલા વાણિજ્યિક દબાણો થવાના કારણે અકસ્માત થવાનો ભય રહે છે તેમજ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા રહે છે. તેને ધ્યાનમાં રાખીને લોકો આવા દબાણો સ્વેચ્છાએ દૂર કરે તેવો અનુરોધ કરી ગામ લોકોને માટે જરૂરી સુવિધાઓ વિશેની જાણકારી મેળવી આ અંગે ઘટતી કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.