વઘાસીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
વઘાસીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
શ્રી વઘાસીયા પરિવાર સુરત અને વઘાસીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાવા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી આપતા વઘાસિયા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી વિનુભાઈ વઘાસિયા એ જણાવ્યું કે પર્યાવરણ ની જાળવણી માટે વૃક્ષનું હોવું અનિવાર્ય છે , અત્યારે ઘણી બધી સંસ્થાઓ તેના પર કામ કરી રહી છે અને આપણા આદરણીય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ એક વૃક્ષ મા કે નામ ની મુહિમ સાથે સમગ્ર દેશ વાસીઓ ને વૃક્ષારોપણ કરવા પ્રેરણા આપી રહ્યા છે ત્યારે વઘાસીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ આ કાર્યકમ નું આયોજન કરેલ અને જેમા પરીવાર ના પંદર જેટલા સભ્યો દ્રારા પરીવાર સાથે રહી ૧૫૦ કરતા વધારે વૃક્ષો વાવવામાં આવેલ. તેમણે વધુ માં જણાવ્યું કે આ સમગ્ર કાર્યકમ નું આયોજન શ્રી વઘાસીયા પરિવાર સુરત ના પ્રમુખ ડો.જગદીશ વઘાસીયા અને મહામંત્રી નિખિલ વઘાસીયા ના માર્ગદર્શન હેઠળ સાવા પારડી ખાતે એક ખાનગી જગ્યા માં ગોઠવવામાં આવેલ , જેથી કરીને ને આ તમામ વૃક્ષો નું જતન અને માવજત થઇ શકે. આ પ્રસંગે સાવા ગામ ના સરપંચ તેમજ ઉપસરપંચ પણ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. પરિવાર ના પુર્વ પ્રમુખ શ્રી કેશુભાઇ એ પણ હાજરી આપી યુવાનો નો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.