ધંધુકા અને ધોલેરા તાલુકા માં મનરેગા યોજના દિવસ ની ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ. - At This Time

ધંધુકા અને ધોલેરા તાલુકા માં મનરેગા યોજના દિવસ ની ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ.


ધંધુકા અને ધોલેરા તાલુકા માં મનરેગા યોજના દિવસ ની ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ.

અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં ભારત સરકારની મનરેગા યોજના દિવસની તમામ તાલુકા ના ગામે વિસ્તારમાં દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી.

ગામડે ગામડે રોજગારી મળી શકે તે માટે કેન્દ્ર સરકારની મનરેગા યોજના આશીર્વાદરૂપ નીવડી છે લોકોને ઘર આંગણે રોજગારી મળી રહે છે જળ સંચય ખેતીવાડી ને લગતા પ્રધાનમંત્રી

આવાસ યોજના સહિતના કામો કરી રોજગારી આપવામાં આવે છે જે અંતર્ગત ધંધુકા તાલુકાના સરવાળ, પશ્ચિમ રતનપુર, આકરુ, હરીપુરા, છસીયાણા, ગલસાણા મોરસીયા, કોટડા, ઉમરગઢ, પીપળ, ભલગામડા સહિતના ગામમાં મનરેગા યોજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધંધુકા તાલુકા વિકાસ અધિકારી શ્રી હિંમતભાઈ ભુવાત્રા, તથા નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી ભુપેશભાઈ લિફવાલા મનરેગા યોજના નો તમામ સ્ટાફે હાજર રહી રોજગારી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં જે તે ગામોમાં સરપંચ શ્રી તલાટી સાહેબ અને ગ્રામજનોનો વિશાળ સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.