'સ્ક્રીપ્ટની ડિમાન્ડ પ્રમાણે હું ઈન્ટીમેટ સીન કરી શકું છું':રકુલ પ્રીત સિંહે કહ્યું, 'પબ્લિસિટી માટે ફિલ્મમાં બોલ્ડ સીન સામેલ કરવા બરાબર નથી' - At This Time

‘સ્ક્રીપ્ટની ડિમાન્ડ પ્રમાણે હું ઈન્ટીમેટ સીન કરી શકું છું’:રકુલ પ્રીત સિંહે કહ્યું, ‘પબ્લિસિટી માટે ફિલ્મમાં બોલ્ડ સીન સામેલ કરવા બરાબર નથી’


રકુલ પ્રીત સિંહનું નામ બોલિવૂડની ગ્લેમરસ એક્ટ્રેસ ગણવામાં આવે છે. એક્ટ્રેસ 2017માં આપેલા ઇન્ટરવ્યૂમાં ઈન્ટીમેટ સીન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને ઈન્ટીમેટ સીન કરવામાં કોઈ સંકોચ નથી. રકુલે કહ્યું, સીનની ડિમાન્ડ પ્રમાણે હું ઈન્ટીમેટ સીન અથવા લિપ-લોક કરવા તૈયાર છું. પરંતુ પબ્લિસિટી ખાતર ફિલ્મમાં આવા સીન બળજબરીથી સામેલ ન કરવા જોઈએ. એક મીડિયા રીપોર્ટ અનુસાર, અભિનેત્રીએ કહ્યું કે ગ્લેમર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જરૂરીછે, દરેક વ્યક્તિ પોતાની ફેવરિટ એક્ટ્રેસને ગ્લેમરસ કપડાંમાં જોવા માગે છે. રકુલ પ્રીતનું વર્ક ફ્રન્ટ
રકુલ જલ્દી જ ફિલ્મ 'ઇન્ડિયન 2'માં જોવા મળશે. આ ફિલ્મ 12 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કમલ હાસન લીડ રોલમાં જોવા મળશે. તેમના સિવાય પ્રિયા ભવાની શંકર, કાજલ અગ્રવાલ, બોબી સિમ્હા, સિદ્ધાર્થ, સમુતિરકાની અને બ્રહ્માનંદમ પણ આ ફિલ્મનો ભાગ હશે. આ ફિલ્મનો પહેલો પાર્ટ વર્ષ 1996માં રિલીઝ થયો હતો અને હવે 28 વર્ષ બાદ તેનો બીજો પાર્ટ રિલીઝ થઈ રહ્યો છે. આ સિવાય રકુલ ફિલ્મ 'દે દે પ્યાર દે'ની સિક્વલમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન અને આર માધવન હશે. રકુલ પ્રીતે વર્ષ 2009માં કન્નડ ફિલ્મ 'ગિલ્લી'થી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. હિન્દી, તેલુગુ અને તમિળ ફિલ્મોમાં કામ કર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.