અનંતે સલમાનના હાથ પર કિસ કરી:રણવીર સિંહ ઢોલની ધૂન પર ભાંગડા કરતો જોવા મળ્યો, હાર્દિક પંડ્યાએ બાદશાહના રેપ સોંગ પર ઠુમકા લગાવ્યા - At This Time

અનંતે સલમાનના હાથ પર કિસ કરી:રણવીર સિંહ ઢોલની ધૂન પર ભાંગડા કરતો જોવા મળ્યો, હાર્દિક પંડ્યાએ બાદશાહના રેપ સોંગ પર ઠુમકા લગાવ્યા


અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નના ફંક્શન શરૂ થઇ ચુક્યા છે. સૌ પ્રથમ, મામેરુ સમારોહ થયો હતો ત્યારબાદ 5મી જુલાઈએ સંગીત સમારોહ યોજાયો. આ સમારોહમાં ઈન્ટરનેશનલ સિંગર જસ્ટિન બીબરે પરફોર્મ કર્યું હતું, જેના માટે તેમણે 83 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. હવે સંગીત સેરેમનીના કેટલાક ઇનસાઇડ વીડિયો સામે આવ્યા છે, જેમાં અનંત અંબાણી સલમાન ખાનના હાથને કિસ કરતો જોવા મળે છે. સંગીત સેરેમની Jio વર્લ્ડ સેન્ટરમાં થઈ હતી, જ્યાં જસ્ટિન બીબરે પરફોર્મ કર્યું હતું. આ સમારોહમાં આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, સારા અલી ખાન, ઓરી, જાહન્વી કપૂર, ખુશી કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિઆરા અડવાણી સહિત અનેક સેલિબ્રિટીએ હાજરી આપી હતી. જુઓ સમારંભની ખાસ તસવીરો અને વીડિયો- બોલિવૂડ સેલેબ્સ અને અંબાણી પરિવારે પણ પરફોર્મ કર્યું હતું
સંગીત સેરેમનીમાં સલમાન ખાન અને અર્જુન કપૂર સહિત અનેક બોલિવૂડ સેલેબ્સે પણ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. આ અવસર પર આખો અંબાણી પરિવાર પણ સ્ટેજ પર જોવા મળ્યો હતો. પરિવારે 'ઓમ શાંતિ ઓમ'ના 'દીવાનગી-દીવાનગી' ગીત પર પરફોર્મ કર્યું હતું. આ સમારોહમાં સલમાન ખાન, વરુણ ધવન, શાહિદ કપૂર અને જાહન્વી કપૂર સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા. કપલે સ્ટોરી રજૂ કરી
સંગીત સેરેમનીમાં અનંત અને રાધિકાની સુંદર લવ સ્ટોરી પણ રજૂ કરવામાં આવી હતી. આ પર્ફોર્મન્સમાં દંપતીની પ્રેમ કહાની, તેઓ બંને ક્યારે, ક્યાં અને કેવી રીતે મળ્યા અને તેમનો પ્રેમ કેવી રીતે ખીલ્યો તે પણ વર્ણવવામાં આવ્યું હતું. પાર્ટીમાં રાધિકા મર્ચન્ટની ફેવરિટ સિંગર્સ કેટી પેરી, બ્રિટની સ્પીયર્સ અને રિહાન્નાના ગીતો વગાડવામાં આવ્યા હતા. આ ઈવેન્ટમાં ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. જરા જોઈ લો..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.