રોટીલી રોટલો કંઈ ગૂગલ ઉપર થી ડાઉનલોડ થશે ? ગૌચર ચરી જતા અખલા ઓ સામે ગુજરાત હાઇકોર્ટ નું આકરું વલણ
રોટીલી રોટલો કંઈ ગૂગલ ઉપર થી ડાઉનલોડ થશે ?
ગૌચર ચરી જતા અખલા ઓ સામે ગુજરાત હાઇકોર્ટ નું આકરું વલણ
સર્વત્ર ઊગી નીકળતા ગાજરીયા ઘાસ માં પાર્થનીન ઝેરી તત્વ અભેટી કૃષિ વૈજ્ઞાનિક સંસ્થાન નું સંશોધન
હવે સરકાર ની એકલા હાથ ની વાત રહી નથી તેવી વિકરાળ રીતે પ્રસરી ગયું સરકાર અને સંસ્થાઓ સ્વચ્છતા અભિયાન જેવી જ સામુહિક ઝુંબેશ ની જરૂર
સંપૂર્ણ પશુ પાલન ઉપર આધારિત દેશો ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી સારી વ્યવસ્થા નું આચરણ કરવા માં શરમ શેની ?
ગુજરાત માં ગૌચર ચરી જતા અખલા સામે લાલબત્તી ગુજરાત હાઈકોર્ટે નું આકરું વલણ કચ્છ માં આદણી ને SEZ ના નામે કરેલ ખેરાત પાછી લેવા સોગાદનામું કચ્છ જિલ્લા કલેકટર ને ગૌચર પુનઃ સ્થાપિત કરવાની ફરજ પડી ગૌચર પડતર ખરાબો હડપ કરવા કેટલીક નીતિ ઓ ઉદ્યોગપતિ ઓના હિત ધડાય છે ખેડૂતો અને પશુપાલક વિરુદ્ધ ની નીતિ ઓના કારણે ખેતી અને પશુપાલન પ્રત્યે ધટતો જતો લગાવ ઘણું અનર્થ કરે તે પહેલાં અટકે તો સારું
(સ ઇ ઝેડ) એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એસ આઈ આર એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન સર ડી એમ આઈ સી એટલે દિલ્હી મુંબઈ ઇન્વેસ્ટમેન્ટ કોરિડોર પી સી પી આઈ આર નું આખું નામ પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન આ બધા ઉદ્યોગ સ્થાપવા માટે ખેડૂતો અથવા ગૌચર પડતર ખરાબા કર જંગલ ની જમીન હડપ કરવાની સિસ્ટમ ઉભી કરાયેલ છે ગૌચર ની જમીન ભલે મહેસુલ વિભાગ ની હોય પણ ઉદ્યોગ ને આપતા પૂર્વે સરપંચ ગામ અગ્રણી ઓને સ્ટમમ પસ્ટમ સમજબી ગ્રામ સભા ના ઠરાવો કરાવી લેવાય છે કેન્દ્ર સરકારે આદિવાસી ઓને જમીન માલિક બનાવવા વર્ષ ૨૦૦૬ માં કાયદો કર્યો પણ ગુજરાત સરકારે અમલ જ ન કર્યો અને ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરી FDI ફોરન ડિપોઝીટ ઇન્વેસ્ટ તેના વાયબ્રન્ટ સમીટ અને એમ ઓ યુ કરાય પછી ભલે ને કોઈ ભોજો ભાઈ પણ રોકાણ કરવા ન આવે ગુજરાત સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન એક્ટ ૨૦૦૯ ના નામે કાયદો બન્યો લોકો ના આજીવિકા ના હક્ક મનપસંદ ધંધા રોજગારી સામુદાયિક અને પ્રાકૃતિક સંશાધન ના રક્ષણ માટે પંચાયતો ને શાસન ની સંસ્થા ગણી ૭૩ બંધારણ સુધારા થી ફરિયાદ રજૂ કરવા અધિકાર અપાયો છે
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) જેવા એકમ થી પુષ્કળ જમીન સ્થાનિક રોજગારી ઓને લક્ષ માં રાખી ને અપાય કેગ ના અહેવાલ માં જણાવ્યા મુજબ ખૂબ મોટા પ્રમાણ માં બિન વપરાશ જમીન પડી રહેવા પામી છે છતાં આ વિભાગ દ્વારા સતત ખાનગી જમીન સંપાદન ની પ્રક્રિયા કાયમ ચાલતી રહે છે અદાણી અંબાણી ટાટા ની ચિંતા કરતા છ કરોડ ની ચિંતા કોણ કરે ? ગુજરાત ના દરેક તાલુકા માં ગૌચર સુધારણા ના નામે કરોડો ની ગ્રાન્ટ ફાળવી પણ ગૌચર સુધારો થયો નહિ માત્ર લાઠી તાલુકા માજ ત્રણ કરોડ થી વધુ ની રકમ ગૌચર સુધારણા ના નામે આખલા ચરી ગયા કોઈ દેશ ની સારી વ્યવસ્થા હોય તો સલાહ લેવા માં શરમ શેની ? સંપૂર્ણ પશુ પાલન કરતા ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પશુ પાલન પશુ આહાર ની અદભુત નીતિ ઓ આચરણ યોગ્ય છે
ગુજરાત માં વિકરાળ રીતે ફેલાતું જતું ગાજરીયું ઘાસ ક્યાં થી અને કેટલા વર્ષ થી આવ્યું ? ઘણી જગ્યા એ તેને કોંગ્રેસીયું ઘાસ કહેવામાં આવે છે આ ઘાસ અખાદ્ય છે અને સર્વત્ર રીતે નદી નાળા ઓના પટ સરકારી પડતર ગૌચર સ્કૂલ કચેરી ઓના મેદાનો અને રોડ રસ્તા ઓની બંને બાજુ ઊગી નીકળતા આ ઘાસ ને દૂર કરવું સરકાર ની એકલા હાથ ની વાત હવે રહી નથી એવી ભયાનક રીતે પ્રસરી ગયું છે અને અભેટી કૃષિ વૈજ્ઞાનિક સંસ્થાને આ ઘાસ માં ઝેરી પાર્થનીન તત્વ છે છતાં તેને દૂર કરવા સરકારે કોઈ અભિયાન ચલાવ્યું નહિ હવે કાબુ બહાર જતા રહેલ આ ઝેરી ઘાસ ને દૂર કરવા સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓ અને સરકાર બધા ભેગા મળી સ્વચ્છતા અભિયાન જેવી મુહિમ ચલાવે તો થોડો ઘણો ફાયદો અબોલ જીવો ને થઈ શકે બાકી ગૌચર ચરી જતા અખલા ઓ અબીલ જીવો ના અધિકારો અવિરત સમાપ્ત કરતા આવ્યા છે અને કરતા રહેશે કારણ સરકાર સંવેદનશીલ છે પણ પશુ ઓ પ્રત્યે કરુણા નથી તેનું શું ? ઉદ્યોગપતિ ઓને રાજી રાખવા માં ખેડૂતો ની ખો બોલાવી પશુપાલકો પ્રત્યે ઓરમાયું વર્તન ખેતી અને પશુ પાલન પ્રત્યે ઘટતો લગાવ ઘણું અનર્થ થાય તે પહેલાં અટકે તો સારું રોટલી રોટલો કઈ ગૂગલ ઉપર થી ડાઉનલોડ થશે ?
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.