શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલીમાં ગાયનેક વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી “એક જ દિવસ માં થઈ ૧૮ ડિલિવરી”
શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલીમાં ગાયનેક વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી “એક જ દિવસ માં થઈ ૧૮ ડિલિવરી”
શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે અતિ આધુનિક નવા હોસ્પિટલ બિલ્ડીંગનું નિર્માણ અને વિવિધ ક્લિનિકલ વિભાગોની સુવિધાઓમાં વધારો થતા અમરેલી જિલ્લાની જનતા તથા આસપાસના ગામનો જરૂરીયાત મંદ લોકો આરોગ્ય સંબંધી સેવાઓનો મોટા પ્રમાણમાં લાભ લઇ રહેલ છે.હોસ્પિટલ ખાતે કાર્યરત વિવિધ વિભાગો જેવા કે મેડિસિન, સર્જરી, ઓર્થોપેડિક, ગાયનેક, પિડીયાટ્રીક, અને માનસિક રોગો, ચામડીના રોગો, કાન-નાક અને ગળા અને ફેફસાંનો વિભાગ, ડેન્ટલ વિભાગ વગેરે જેવી શાખાઓમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિનામૂલ્ય નિદાન,વિનામૂલ્ય લેબોરેટરી,એક્સ-રે અને સોનોગ્રાફી તપાસ અને દવાઓ જેવી સુવિધાઓ લોકોને મળી રહેલ છે.
સાથે સાથે સીટી સ્કેન અને એમઆરઆઇ જેવી સુવિધાઓનો લાભ નજીવા દરે લોકોને મળી રહેલ છે.ચાલુ મહિનામાં ગાયનેક વિભાગના ડો.જલ્પા રાઠોડ, ડો. રિદ્ધિ મહેતા, ડો. જાનકી કાનાણી તથા ડો. સંજય સોલંકી તથા અન્ય ડોકટરો અને એનેસ્થેટિક વિભાગ સાથે મળીને ૨૦૬ જેટલી ડિલિવરી સફળતાપૂર્વક પાર પાડેલ છે. ગાયનેક વિભાગ ના ડોક્ટર દ્વારા તારીખ ૨૨/૦૬/૨૦૨૪ ના રોજ એક જ દિવસમાં ૧૮ ડિલિવરી સફળતાપૂર્વક પાર પડાઈ હતી, જેમાંથી ૧૨ નોર્મલ અને ૬ સિઝેરિયન ડિલિવરી કરવામાં આવેલ હતી.ગાયનેક ડોક્ટર ટીમ દ્વારા કરવામાં આવેલી પ્રશંસનીય કામગીરી બદલ ટ્રસ્ટના ચેરમેન શ્રી વસંતભાઈ ગજેરા એ તમામ ડોક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમણે આરંભેલા આ સ્વાસ્થ્ય રૂપી સેવાયજ્ઞનો લાભ વધુને વધુ લોકોને મળે તે અંગે માર્ગદર્શન પૂરું પાડયું હતું.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.