બાબરામાં આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડિંગ અને ડોકટરોની નિમણૂંક કરવા ધારાસભ્યશ્રી જનક તળાવીયાની રજુઆત - At This Time

બાબરામાં આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડિંગ અને ડોકટરોની નિમણૂંક કરવા ધારાસભ્યશ્રી જનક તળાવીયાની રજુઆત


બાબરામાં આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડિંગ અને ડોકટરોની નિમણૂંક કરવા ધારાસભ્યશ્રી જનક તળાવીયાની રજુઆત

અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગ અને ડોકટરોની નિમણૂક કરવા માટે લાઠી – બાબરા વિસ્તારના જાગૃત જનકભાઈ તળાવીયા દ્વારા આરોગ્યમંત્રીશ્રી ષિકેશભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી.આ વિસ્તારના લોકોની સુખાકારી માટે ધારાસભ્યશ્રી સતત વિકાસના કામો લાવવા માટે કાર્યશીલ જોવા મળી રહ્યા છે.લાઠી શહેરમાં ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાના પ્રયાસોથી 56 કરોડના ખર્ચે એ નવી સિવિલ હોસ્પિટલની મંજૂરી મળી છે.ત્યારે બાબરા વિસ્તારમાં પણ વર્ષોથી જર્જરિત આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગ અને ડોકટરોની નિમણુંકને લઈને આરોગ્યમંત્રીશ્રી ષિકેશભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.આ પત્રમાં લખવામાં આવ્યું છે કે,હાલ બાબરા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે પરંતુ આ આરોગ્ય કેન્દ્ર છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે.આ આરોગ્ય કેન્દ્ર ખુબજ નાની જગ્યામાં હોવાથી દર્દીઓને અને તેની સાથે આવેલ સગા સબંધીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.તો આ આરોગ્ય કેન્દ્રને અન્ય જગ્યાએ ફેરવી નવું બિલ્ડિંગ બનાવવું જરૂરી છે તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે ગાયનેક, ઓર્થોપેડીક, પીડીયાટીશિયન,એમ.એસ વિગેરે પ્રકારના ડોકટરોની ખાસ જરૂરિયાત છે.હાલ આ પ્રકારના ડોકટરો નથી તો ડોકટરશ્રીઓની નિમણૂક કરવા આવે અને નવું બિલ્ડિંગ બનાવવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી હતી.તેવામાં બાદ જનકભાઈ સતત પોતાના મત વિસ્તારના લોકોની સમસ્યાને સરકાર સુધી પહોંચાડી રહ્યા છે.જેનો ફાયદો વિસ્તારના લોકોને મળી રહ્યો છે.ત્યારે ધારાસભ્યશ્રીની રજૂઆતથી બાબરા પંથકના લોકોમાં ખુશી જોવા મળી રહી છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.