અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં બોલિવૂડનો જલવો:જસ્ટિન બીબરનું શાનદાર પર્ફોર્મન્સ, અંબાણી પરિવાર ‘ઓમ શાંતિ ઓમ…’ના તાલે ઝૂમી ઊઠ્યો
અનંત-રાધિકા 12 જુલાઈએ લગ્નના તાંતણે બંધાઈ જશે, પરંતુ લગ્નનાં ફંકશન માર્ચથી જ શરૂ થઇ ચૂક્યાં છે. અંબાણી પરિવારે શુક્રવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે કપલ માટે એક ભવ્ય સંગીત સેરેમનીનું આયોજન કર્યું છે. સંગીત સેરેમની માટેનો ડ્રેસ કોડ ભારતીય રીગલ ગ્લેમ છે. ઈન્ટરનેશનલ સિંગર જસ્ટિન બીબર આ ઈવેન્ટનો ભાગ બન્યો છે. ભારતીય ફિલ્મઉદ્યોગની ઘણી હસ્તીઓએ પણ તેમની હાજરીથી રેડકાર્પેટ જલવો દેખાડ્યો હતો અને સાંજને યાદગાર બનાવી હતી. બીબર શુક્રવારે સવારે પરફોર્મ કરવા મુંબઈ પહોંચ્યો હતો અને મોડી રાત્રે પાછો ફર્યો હતો. ધ ફ્રી પ્રેસ જનરલના રિપોર્ટ અનુસાર, જસ્ટિને આ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે 83 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. જસ્ટિન બીબરનો આગવો અંદાજ
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં બોલિવૂડથી લઈને સ્પોર્ટ્સ સુધીની ઘણી હસ્તીઓએ આ પ્રસંગે પોતાના એક્ટિંગ અને સ્ટાઇલથી દરેકને પ્રભાવિત કર્યા હતા. અંબાણીના સંગીત સમારોહનું સૌથી જોરદાર પ્રદર્શન વિશ્વવિખ્યાત ગાયક જસ્ટિન બીબરનું હતું. જસ્ટિનનું પર્ફોર્મન્સ મોડી રાત્રે શરૂ થયું હતું. સ્ટેજ પર આવતાંની સાથે જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. તેમણે ગાવાનું શરૂ કર્યું કે તરત જ બધા તેને ચિયર અપ કરતા જોવા મળ્યા. જસ્ટિને પોતાનાં ગીતોથી બધાને ડાન્સ કરાવ્યો હતો. તેનું પર્ફોર્મન્સ લાંબો સમય ચાલ્યું અને બધા ડાન્સ કરતા જોવા મળ્યા. ફંક્શન દરમિયાન નીતા અને મુકેશ અંબાણીનો એક વીડિયો પ્લે કરવામાં આવ્યો હતો જેમાં તેઓ તેમના પૌત્રો પૃથ્વી, આદિયા, કૃષ્ણા અને વેદ સાથે જોવા મળ્યા હતા. 'નો એન્ટ્રી'ના ગીત પર રણવીરે કર્યો ધમાકેદાર ડાન્સ
બે મહિનામાં પિતા બનેલા રણવીર સિંહે ફિલ્મ 'નો એન્ટ્રી'ના લોકપ્રિય ગીત 'ઈશ્ક દી ગલી વિચ' પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. તેમનો ડાન્સ પુરા ફંક્શનનો હાઇલાઇટિંગ પોઇન્ટ હતો. હંમેશની જેમ રણવીરે રિપ્પ્પડ જીન્સ અને સફેદ ટી-શર્ટમાં તેના લુકથી દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું. સલમાન ખાનનો પણ જલવો
સલમાન ખાને પણ અનંત-રાધિકાના વેડિંગ ફંક્શનમાં રંગ જમાવ્યો હતો. તેણે સ્વેગ સાથે પાર્ટીમાં એન્ટ્રી કરી અને એ જ સ્વેગ સાથે સ્ટેજ પર પણ પર્ફોર્મ કર્યું. સલમાને અનંત અંબાણી સાથે 'ઐસા પહેલી બાર હુઆ હૈ...' ગીત પર શાનદાર ડાન્સ કર્યો હતો. બ્લેક ટક્સીડોમાં ડેશિંગ દેખાતા સલમાને વરરાજા રાજા અનંત સાથે ડાન્સ કર્યો હતો. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમનીમાં મોટી સંખ્યામાં બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યા હતા. આ સિવાય ક્રિકેટ સાથે જોડાયેલી હસ્તીઓએ પણ પાર્ટીમાં હાજરી આપી હતી. સલમાન ખાન, માધુરી દીક્ષિત, શાહિદ કપૂર, વરુણ ધવન, જાહન્વી કપૂર, નવ્યા નવેલી નંદા, અર્જુન કપૂર, અનન્યા પાંડે, ખુશી કપૂર, વિદ્યા બાલન, શનાયા કપૂર, રણવીર સિંહ, રિતેશ દેશમુખ, દિશા પટાની, મૌની રોય, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન, પલક તિવારી, શહેનાઝ ગિલ, એટલી કુમાર, હાર્દિક પંડ્યા, સોનાલી બેન્દ્રે, કેએલ રાહુ, આથિયા શેટ્ટી, એમએસ ધોની, આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિત ઘણા સેલેબ્સ પહોંચ્યાં હતાં. કપલની લવસ્ટોરી દેખાડવામાં આવી
સંગીત સેરેમનીમાં અનંત અને રાધિકાની સુંદર લવસ્ટોરી પણ રજૂ કરવામાં આવી હતી.પર્ફોર્મન્સમાં કપલની લવસ્ટોરીની ઝલક પણ જોવા મળી હતી. અહીં સ્ટેજ પર કહેવામાં આવ્યું હતું કે બંને ક્યારે, ક્યાં અને કેવી રીતે મળ્યાં હતાં. પાર્ટીમાં રાધિકા મર્ચન્ટની ફેવરિટ સિંગર્સ કેટી પેરી, બ્રિટની સ્પીયર્સ અને રિહાન્નાના ગીતો વગાડવામાં આવ્યા હતા. આ ઈવેન્ટમાં ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. જરા જોઈ લો.. પાર્ટીમાં રાધિકા મર્ચન્ટની ફેવરિટ સિંગર્સ કેટી પેરી, બ્રિટની સ્પિયર્સ અને રિહાન્નાનાં ગીતો વગાડવામાં આવ્યાં હતાં. વેડિંગ સેરેમનીનું શિડ્યૂલ જાહેર
વેડિંગ સેરેમનીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર થઈ ચૂક્યું છે. ફંક્શન્સ 3 જુલાઈથી શરૂ થઈ ચૂક્યાં છે, જે 14 જુલાઈ સુધી ચાલશે. 8 જુલાઈએ ગ્રહશાંતિ પૂજા થશે, જેમાં માત્ર નજીકના મિત્રો અને સંબંધીઓ જ સામેલ થશે. 10 જુલાઈએ શિવપૂજા થશે, જે અનંત અને રાધિકાની મંગલકામના માટે રાખવામાં આવી છે. રાત્રે યંગસ્ટર્સ નાઇટ યોજાશે. લગ્ન 12 જુલાઈએ યોજાશે. એ દિવસે સાત ફેરા ફરીને અનંત અને રાધિકા લગ્નના બંધનથી જોડાશે. લગ્નનું મુહૂર્ત બપોરે 3 વાગ્યે છે. સાત ફેરા એન્ટિલિયામાં જ યોજાશે. ત્યાર બાદ 13 જુલાઇએ આશીર્વાદ (મિની રિસેપ્શન) યોજાશે, જે રાત્રે 6 વાગ્યે NMACCમાં યોજાશે. એ માટે મીડિયા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને આમંત્રણ અપાયેલું છે. 14 જુલાઈએ છેલ્લું રિસેપ્શન હશે, જેમાં મીડિયા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.