ધંધુકા ખાતે શિવાજી સેના ના કાર્યાલય નું ઉદ્દઘાટન કરી વિવિધ તાલુકામાં હોદ્દેદારો ની વરણી કરવામાં આવી. - At This Time

ધંધુકા ખાતે શિવાજી સેના ના કાર્યાલય નું ઉદ્દઘાટન કરી વિવિધ તાલુકામાં હોદ્દેદારો ની વરણી કરવામાં આવી.


ધંધુકા ખાતે શિવાજી સેના ના કાર્યાલય નું ઉદ્દઘાટન કરી વિવિધ તાલુકામાં હોદ્દેદારો ની વરણી કરવામાં આવી.

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ગુજરાત પ્રદેશ શિવાજી સેના ના પ્રમુખ વિક્રમ ભાઈ સોરાણી ના અધ્યક્ષ સ્થાને શિવાજી સેના ના નવીન કાર્યાલય નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.આ સાથે જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી પધારેલા આગેવાનો નું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત શિવાજી સેના દ્વારા નવીન હોદ્દેદારો ની વરણી કરી તેમનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ મેર, શિવાજી સેના ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિક્રમ ભાઈ સોરાણી, અમદાવાદ જિલ્લાના પ્રમુખ રજની ભાઈ મેર સહિત સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહયા હતા.

શિવાજી સેના અમદાવાદ જીલ્લા પ્રમુખ શ્રી રજનીભાઈ મેર દ્રારા વિશ્વાસ પાત્ર અને સંસ્થાના હિત વિચારક તેમજ સામાજીક કાર્યો માટે આપશ્રીને સંસ્થા દ્વારા નિમણુક કરવામાં આવે છે તેમજ તમે તમારી ફરજ નિષ્ઠાપૂર્વક નીભાવશો તેવા ભાવ અને વિશ્વાસ સાથે તમને યોગ્ય પદ આપેલ છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image