RAJKOT : બસપોર્ટની દુકાનમાંથી વાસી સોસ મળ્યો : રૈયા રોડ પર 6 કિલો નોનવેજનો નાશ - At This Time

RAJKOT : બસપોર્ટની દુકાનમાંથી વાસી સોસ મળ્યો : રૈયા રોડ પર 6 કિલો નોનવેજનો નાશ


મનપાની ફૂડ શાખાએ રાબેતા મુજબના ચેકીંગમાં વાસી માલનો નાશ કરવાનું ચાલુ રાખ્યું છે. પરંતુ આ ખતરનાક કોલેરા ઉપરાંત ઝાડા-ઉલ્ટી, ટાઇફોઇડ જેવા પાણી અને ખોરાકજન્ય રોગચાળો રોકવા આવા માલના ઉત્પાદન કેન્દ્રો પકડવાની જરૂર હોવાનો મત છે.
પાણીપુરીના ગંદા પાણી અને મસાલા, ભેળસેળવાળા સોસ, વાસી શાક બકાલા, પનીર, બટર સહિતના ઉત્પાદન અને જથ્થાબંધ વેચાણ કેન્દ્રો પર ભુતકાળની જેમ દરોડાની ડ્રાઇવની જરૂર વર્તાય રહી છે.
ગઇકાલે ફૂડ વિભાગે કરેલી કામગીરીની વિગત મુજબ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ઢેબર રોડ પર આવેલા બસ પોર્ટમાં ગ્રા.ફ્લોર શોપ નં.7માં આવેલ "બોલે તો વડાપાઉં"ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ પીઝા પાસ્તા સોસ તથા ચીલી ગાર્લિક સોસનો 5 કિલો જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
આ ઉપરાંત સદગુરુ તીર્થધામ- ગ્રા.ફ્લોર શોપ નં.50, રૈયા રોડ પર આવેલ ‘મુંબઈ ઝાયકા’ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ નોનવેજ પ્રિપેર્ડ ફૂડ -ચિકન લોલી પોપ, બિરીયાની વગેરે મળી કુલ 6 કિલો જથ્થો વાસી અખાદ્ય જણાતા આ માલ ડસ્ટબીનમાં ફેંકી દઇ આ જગ્યાએ પણ સ્વચ્છતા જાળવવા અને લાયસન્સ મેળવવા નોટીસ આપવામાં આવી છે.
ફૂડ વિભાગની ટીમે સેફટી વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ હોકર્સ ઝોન તથા ગોપાલ ચોક થી સાધુવાસવાણી રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 39 ધંધાર્થિઓને ત્યાં 30 નમુના ચકાસ્યા હતા જે પૈકી 18 વેપારીને નોટીસ આપવામાં આવી છે.
જે ધંધાર્થીને નોટીસ અપાઇ છે તેમાં (1)ચામુંડા કઠોળ (2)બાલાજી પાણીપુરી (3)ખોડિયાર સેન્ડવીચ (4)સંતોષ ભેળ પાણીપુરી (5)ભોલેનાથ આઇસ્ક્રીમ (6)સંતોષ ભેળ સેન્ટર (7)ધોરાજી ભૂંગળા બટેટા (8)સંતોષ ભેળપુરી (9)રામકૃષ્ણ જનરલ સ્ટોર (10)દુર્ગા ચાઇનીઝ પંજાબી (11)અમર ફરસાણ (12)લાઈફલાઇન ફાર્માસી(13)જય રામદેવ કોઠી આઇસ્ક્રીમ (14)રામદેવ ગોલા (15)પાટીદાર જનરલ સ્ટોર (16)મહાદેવ રસ સેન્ટર (17)શિવ કોલ્ડ્રિંક્સ (18)ખોડિયાર ફરસાણનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત (19)બોમ્બે ચોપાટી આઇસ્ક્રીમ (20)શ્રધ્ધા અમેરિકન મકાઇ (21)આમચી મુંબઈ વડાપાઉં (22)શ્રીનાથજી ભેળ સેન્ટર (23)આશુતોષ કોઠી આઇસ્ક્રીમ (24)સંતોષ ભેળ (25)એ-1 સ્ટીમ ઢોકળા (26)આઝાદ ગોલા (27)એ-1 ઢોસા (28)એ-1 ચાઇનીઝ પંજાબી (29)આઝાદ આઈસ ડિસ (30)કૈલાશ પાઉંભાજી (31)ગોકુલ ડેરી ફાર્મ (32)પટેલ ડેરી ફાર્મ (33)કેશવી સુપરમાર્કેટ (34)એમ. બી. પ્રોવિઝન સ્ટોર (35)ભગવતી પ્રોવિઝન સ્ટોર (36)નિરા ડેરી ફાર્મ (37)માર્વેલ બેકરી (38)બહુચરાજી સુપર માર્કેટ (39)પાર્થ પ્રોવિઝન સ્ટોરનો સમાવેશ થાય છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.