સાળંગપુર ખાતે ભુપેન્દ્ર પટૅલ,પાટીલ,ગૉયલના અધ્યક્ષ સ્થાનૅ મળૅલ ભાજપની કારોબારીમાં જસદણના ધારાસભ્ય અને મંત્રી કુંવરજી બાવળીયા ઉપસ્થિત રહી સંગઠનાત્મક માર્ગદર્શન મેળવ્યું - At This Time

સાળંગપુર ખાતે ભુપેન્દ્ર પટૅલ,પાટીલ,ગૉયલના અધ્યક્ષ સ્થાનૅ મળૅલ ભાજપની કારોબારીમાં જસદણના ધારાસભ્ય અને મંત્રી કુંવરજી બાવળીયા ઉપસ્થિત રહી સંગઠનાત્મક માર્ગદર્શન મેળવ્યું


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ વિંછીયા ના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયા એ કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પાટીલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ રત્નાકર જી સહિત શીર્ષ નેતૃત્વની અધ્યક્ષતામાં સાળંગપુર ખાતે યોજાયેલ ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી મિટિંગમાં ઉપસ્થિત રહી સંગઠનાત્મક માર્ગદર્શન મેળવ્યું હતું શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પાવન સાનિધ્યમાં સાળંગપુર ખાતે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલજી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠકમાં જસદણ વિછીયા ના જાગૃત ધારાસભ્ય અને ગુજરાત સરકારના લોક પ્રહરી કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થિત રહી મહાનુભાવોનું સંગઠનલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતુ આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા રાજકોટના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા સહિત પ્રદેશના સૌ આગેવાનો, હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપરાંત જસદણ વિછીયા શહેર તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી રાજકોટ જિલ્લા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.