ભાવનગર ડિવિઝન ખાતે ભારતીય મજદૂર સંઘ નું પ્રથમ અધિવેશન યોજવામાં આવ્યું - At This Time

ભાવનગર ડિવિઝન ખાતે ભારતીય મજદૂર સંઘ નું પ્રથમ અધિવેશન યોજવામાં આવ્યું


તારીખ 30.06.2024 ના ભાવનગર ડિવિઝન ખાતે ભારતીય મજદૂર સંઘ નું પ્રથમ અધિવેશન યોજવામાં આવ્યું હતું. જેમાં હાજર રહેલા આમંત્રિત મહેમાનો જેમાં ગુજરાત સકૅલના પી-4 ના સેક્રેટરી શ્રી પ્રભાત ભાઈ ડાંગર તેમજ એસ કે વૈષ્ણવ સાહેબ તેમજ RMS ના પ્રજાપતિ ભાઈ તેમજ મહેસાણા ડિવિઝનના ડિવિઝન સેક્રેટરી શ્રી પ્રજાપતિ ભાઈ તેમજ વાજા સાહેબ ગોડલ ડિવિઝનથી તથા બીપીનભાઈ દવે સકૅલ પ્રેસિડેન્ટ તથા જયંતિભાઈ કથેટીયા તથા શ્રીમાળી ભાઈ ઢંસા મંહત શ્રી જગદીગીરી બાપુ તથા રમેશપરી બાપુ તથા બધા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ડિવિઝન કોન્ફરન્સ યોજાઈ હતી. આવા વરસાદી વાતાવરણમાં પણ લોકોએ હાજરી આપી તે બદલ તમામ ભાવનગર ડિવિઝન ના હોદેદારો અને મહેમાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તારીખ 05.07.2024 ના રોજ 30.06.2024 ના રોજ ભાવનગર ખાતે ગેલેક્સી હોલ ખાતે અધિવેશન યોજવામાં આવ્યું હતું. તેમાં ચુંટાયેલા હોદેદારો ની વરણી થયેલ હતી તે મુજબ ડિવિઝન ને ચુંટાયેલા સભ્યો ની યાદી સુપ્રિટેન્ડેન્ટ સાહેબને સોપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.