સુરેન્દ્રનગર LCB પોલીસે ધ્રાંગધ્રાનાં બે શખ્સોને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા - At This Time

સુરેન્દ્રનગર LCB પોલીસે ધ્રાંગધ્રાનાં બે શખ્સોને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા


સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા બે શખ્સોનો પાસાનો હુકમ થતા સુરેન્દ્રનગર એલસીબી સહિતની પોલીસની ટીમ દ્વારા અમદાવાદ અને વડોદરા જેલમાં મોકલી દેવાયા હતા આમ એક સાથે ક્ષત્રિય યુવક સહિત બે શખ્સોને પાસામાં ધકેલાતા ચકચાર મચી ગયેલ છે ધ્રાંગધ્રા શહેરના રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને ધોળી ગામ પાસેથી કાર લઇને નીકળતા સમયે ધ્રાંગધ્રાના ધારાસભ્યના પી.એ.ઘનશ્યામ પટેલ અને એના ડ્રાઇવર સાથે બબાલ થઇ હતી ત્યાર બાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગુનો નોંધાયો હતો અટકાવતી પગલા લેવાયા હતાં ત્યારબાદ ધારાસભ્યના પી.એ.ના ડ્રાઇવરે મારામારી ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાવી હતી બીજા દિવસે ચોથી ફરીયાદ ધારાસભ્યના નજીકના સન્ની પટેલ દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી આમ ધ્રાંગધ્રાના ધારાસભ્યના પીએ ઘનશ્યામ પટેલ સાથે થયેલી બબાલ બાદ ક્ષત્રિય યુવક સામે બે દિવસમાં ચાર ફરીયાદ દાખલ કરાઇ હતી એવામાં સુરેન્દ્રનગર એસપી ગીરીશ પંડયા દ્વારા પાસાની કાર્યવાહી શરૂ કરાયા બાદ કલેકટર દ્વારા પાસાનો હુકમ કરતા એલસીબી પીઆઇ જે જે જાડેજા, પીઆઇ એમ યુ મશી અને ઇન્ચાર્જ પીઆઇ એન એચ ચુડાસમાની ટીમે રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને શહેરના મોચીવાડના બીજા યુવકનો પાસાનો હુકમ થતા અજુ જુમાભાઇ માણેક બંને શખ્સોને પાસાની કાર્યવાહી હેઠળ ધરપકડ કરાઇ હતી ધરપકડ કરાયા બાદ રાજદીપસિંહ ઝાલાને વડોદરા જેલમાં અને અજુ માણેકને અમદાવાદની જેલમાં પોલીસ દ્વારા મોકલી દેવાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.