ST નાં 4 કંડક્ટરો કટકી કરતાં ઝડપાયા : 32 ખુદાબક્ષ મુસાફરો પણ પક્ડાયા - At This Time

ST નાં 4 કંડક્ટરો કટકી કરતાં ઝડપાયા : 32 ખુદાબક્ષ મુસાફરો પણ પક્ડાયા


રાજકોટ એસટી વિભાગની લાઇન ચેકીંગ સ્કવોડ અને વીજીલન્સ સ્કવોડએ ગત માસ દરમ્યાન હાઇવે અને ડિવીઝનનાં નો-પાર્કિંગ ગેમઝોન વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરાયું હતું.
આ ચેકીંગ દરમ્યાન એસટી તંત્રની ચેકીંગ ટીમોએ કટકી કરતા કંડક્ટરો અને ખુદાબક્ષ મુસાફરોને ઝડપી લઇ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે નો-પાર્કિંગ ઝોનનો ભંગ કરનાર ખાનગી વાહનોને પણ ડિટેઇન કરી દંડ ફટકારાયો હતો.
આ અંગેની એસ.ટી. વિભાગનાં વિભાગીય નિયામક જે.બી. કલોતરા પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ગત માસ દરમ્યાન લાઇન ચેકીંગ સ્કવોડએ 2109-બસો ચેક કરી હતી.
આ ચેકીંગ દરમ્યાન ચાર કંડક્ટરોને કટકી કરતા ઝડપી લેવાયા હતા. જ્યારે 32 ખુદાબક્ષો મફતમાં મુસાફરી કરતા ઝડપાયા હતા. આવા મુસાફરો પાસેથી રૂા.8 હજારનાં દંડની વસુલાત કરવામાં આવી હતી.
જ્યારે વિજીલન્સ સ્કવોડએ નો-પાર્કિંગ ઝોનનો ભંગ કરતા 100 ખાનગી વાહનોને ડિટેઇન કર્યા હતા અને રૂા.7.04 લાખનો દંડ વસુલાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.