હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે. ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે. ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને
ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, સાહેબ સાબરકાંઠા નાઓ દ્વારા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જે આધારે પો.ઇન્સ. શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ. શ્રી ડી.સી.પરમાર તથા એ.એસ.આઇ. દેવુસિંહ તથા હે.કોન્સ. કલ્પેશકુમાર તથા પો.કોન્સ. હિમાંશુ તથા ડ્રા.પો.કોન્સ. ઇન્દ્રજીતસિંહ વિગેરે એલ.સી.બી. સ્ટાફની ટીમ બનાવેલ.
ઉપરોકત ટીમના માણસો ગઇ તા.૦૩/૦૭/૨૦૨૪ ના રોજ આગામી રથયાત્રા અનુસંધાને કોમ્બીંગ નાઇટમાં હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં જે દરમ્યાન એ.એસ.આઇ. દેવુસિંહ તથા હે.કોન્સ. કલ્પેશકુમાર નાઓને બાતમી હકિકત મળેલ કે, “હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૬૨૪૦૨૫૪/૨૦૨૪ મુજબના ગુન્હાના કામે પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી રાકેશકુમાર કુરાજી ભરાડા રહે. પાટીયા કડીયાનાલા, જી. ઉદેપુર (રાજસ્થાન) નાઓ મરૂન કલરની ટી શર્ટ તથા કાળા કલરની નાઇટી પહેરી મોતીપુરા બસ સ્ટેન્ડ હિંમતનગર ખાતે બેઠેલ છે. ” જે બાતમી હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ જતાં ત્યા ઉપરોક્ત બાતમી મુજબનો ઇસમ હાજર હોય સદર ઇસમનું નામઠામ પુછતાં પોતાનું નામ રાકેશકુમાર સ/ઓ કુરાજી જીવાજી ભરાડા ઉ.વ. ૩૫, રહે. કડીયાનાલા (દેમત) પો. પાટીયા, તા. નયાગાવ, જી. ઉદેપુર (રાજસ્થાન) હોવાનું જણાવેલ સદર ઇસમ બાબતે ગુન્હાઓના રેકોર્ડ આધારે તપાસ કરતાં સદર ઇસમ વિરૂધ્ધ હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૬૨૪૦૨૫૪/૨૦૨૪ પ્રોહિ ક. ૬૫એઇ, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબનો ગુન્હો નોંધાયેલ હોય જે ગુન્હાના કામે આરોપીને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (બી.એન.એસ.એસ.) ક. ૩૫(૧)જે મુજબ અટક કરી હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી સારૂ સોંપવામાં આવેલ છે.
આબીદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.