ટ્રમ્પ VS કોણ?:પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ફાંફાં પડતાં જ બાઇડનનું પત્તું કપાઈ શકે, 6 ચહેરા રાષ્ટ્રપતિ પદના દાવેદાર; ભારતીય મૂળની મહિલા પહેલી પસંદ - At This Time

ટ્રમ્પ VS કોણ?:પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ફાંફાં પડતાં જ બાઇડનનું પત્તું કપાઈ શકે, 6 ચહેરા રાષ્ટ્રપતિ પદના દાવેદાર; ભારતીય મૂળની મહિલા પહેલી પસંદ


અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના ઘણા વીડિયો વાઇરલ થતા રહે છે, જેમાં તેઓ શરીર પરથી કંટ્રોલ ગુમાવી ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વૃદ્ધ બાઇડન હવે આટલી મોટી જવાબદારી સંભાળવા તૈયાર નથી. તાજેતરની રાષ્ટ્રપતિની ડિબેટમાં પણ આ મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બાઇડન તેમના વિરોધી ડોનાલ્ડ ટ્રમ્પ કરતા નબળા દેખાતા હતા. હવે એવી અટકળો છે કે ડેમોક્રેટ્સ બાઇડનની જગ્યાએ અન્ય મજબૂત ઉમેદવાર લાવી શકે છે. પાર્ટીએ હજુ સુધી રાષ્ટ્રપતિ પદ માટે બાઇડનને તેના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા નથી. ઓગસ્ટમાં તેની જાહેરાત થવાની છે. આનો અર્થ એ થયો કે એવી શક્યતા છે કે રાષ્ટ્રપતિ પદ માટે ડિબેટમાં ભાગ લેવા છતાં, બાઇડનને રિપ્લેસ કરવામાં આવી શકે છે. સત્તાવાર જાહેરાત આવતા મહિને કરવામાં આવશે
શિકાગોમાં યોજાનારી બેઠકમાં આ માટે મતદાન થશે, જેમાં પાર્ટીના કુલ સાતસો સભ્યો ભાગ લેશે. જેના પક્ષમાં ડેમોક્રેટ્સ પાસે બહુમતી હશે, તે ચહેરાને પક્ષનો ઉમેદવાર ગણવામાં આવશે. ઓગસ્ટના અંતમાં યોજાનાર આ મતદાન બાદ તેમની પાસે ભાગ્યે જ અઢી મહિનાનો સમય હશે જ્યારે તેઓ નવા ઉમેદવાર માટે પ્રચાર કરી શકશે. બીજી તરફ રિપબ્લિકન્સે ડોનાલ્ડ ટ્રમ્પ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ લાંબા સમયથી આ માટે પ્રચાર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ડેમોક્રેટ્સ માટે લડાઇ મુશ્કેલ બની શકે છે. ગેમ શરૂ થાય તે પહેલાં જ હાર અનુભવતા ડેમોક્રેટ્સનો ગભરાટ પણ દેખાઈ રહ્યો છે. પાર્ટીના સાંસદ લોયડ ડોગેટે જાહેરમાં કહ્યું કે બાઇડને ઉમેદવારીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવું જોઈએ. કયા ચહેરા દાવેદાર હોઈ શકે? 1. કમલા હેરિસ 2. જેબી પ્રિત્ઝકર 3. ગ્રેચેન વ્હાઇટમર 4. ગેવિન ન્યૂઝમ 5. શેરોડ કેમ્પબેલ બ્રાઉન એક બિઝનેસમેન હોવા ઉપરાંત ગેવિન ક્રિસ્ટોફર ન્યૂઝમ એક અનુભવી રાજકારણી છે. હાલમાં, જો કે કેલિફોર્નિયાના ગવર્નર ન્યૂઝમે બાઇડનની બદલીને મૂર્ખતા ગણાવી હતી અને કહ્યું હતું કે એવું કંઈ નથી, પરંતુ આ 56 વર્ષના બિઝનેસમેનને મોટા દાવેદાર તરીકે જોઈ શકાય છે. 6. ડીન બેન્સન ફિલિપ્સ
ડીન બેન્સન ફિલિપ્સ પણ દાવેદાર બની શકે છે. વર્ષની શરૂઆતમાં, તેઓ પોતે આગળ આવ્યા અને બાઇડનને રિપ્લેસ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પક્ષને તે ખાસ પસંદ ન આવ્યું. જો કે હવે મામલો જટિલ છે, આવી સ્થિતિમાં ફિલિપ્સ પણ પસંદગી બની શકે છે. ટ્રમ્પ અને બાઇડન વચ્ચે લાઈવ ડિબેટમાં શું થયું?
ગયા અઠવાડિયે, પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ થઈ, જે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાઈ હતી. એટલાન્ટામાં 90 મિનિટની આ ડિબેટ CNN દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ ચર્ચામાં ઈઝરાયલ-હમાસ યુદ્ધ, રશિયા-યુક્રેન યુદ્ધ, ચીન-યુએસ સંબંધો, ગર્ભપાત, બંદૂકથી હિંસા, ટેક્સ, મોંઘવારી, બેરોજગારી, ક્લાયમેટ ચેન્જ અને ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ જેવા મુદ્દાઓ પર જોરદાર ચર્ચા થઈ હતી. બાઇડન સતત નબળા પડતા દેખાયા. શરણાર્થીઓના મુદ્દે પણ ટ્રમ્પે તેમને લગભગ ઘેરી લીધા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.