આજે સિહોરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરની સમસ્યાથી નગરજનો ત્રાહિમામ સિહોર શહેર કોંગ્રેસ દ્વારા સ્થાનિક લોકોને સાથે રાખી તંત્રને રજૂઆત કરી - At This Time

આજે સિહોરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરની સમસ્યાથી નગરજનો ત્રાહિમામ સિહોર શહેર કોંગ્રેસ દ્વારા સ્થાનિક લોકોને સાથે રાખી તંત્રને રજૂઆત કરી


સિહોરમાં ચોમાસુ આવતાની સાથે પાલિકા તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ઠેર ઠેર ઉભરાતી ગટરો,રોડમાં ખાડાઓ,અનિયમિત સાફ સફાઈ તથા સિહોરના અનેક વિસ્તારોની સ્ટ્રીટ લાઈટો બંધ હાલત માં હોવાથી સિહોરના નગરજનો પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે ત્યારે સિહોર કોંગ્રસના આગેવાનો નાગરિકો દ્વારા અવારનવાર ફરિયાદો કરતા હોય છે ત્યારે આજરોજ સિહોર શહેર કોંગ્રેસ દ્વારા સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર ને ધારદાર રજૂઆત કરીને ઉપરોક્ત સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવામાં આવે નહિતર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ તકે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ,ધીરુભાઈ ચૌહાણ,રાજુભાઈ ગોહિલ,ચેતનભાઈ ત્રિવેદી, ઈશ્વરભાઈ નમસા,ધવલ પલાણીયા,માનસંગ ડોડીયા,દેવ મકવાણા વગેરે કાર્યકરો જોડાયા હતા... રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.