ભાસ્કર ખાસ:થાઈલેન્ડનાં નાનીમા દર્શકોને ખૂબ જ રડાવી રહી છે! ભાવુક લોકોને સિનેમાહોલમાં ટીશ્યુ પેપર પણ અપાઈ રહ્યા છે, ફિલ્મ જોયા બાદ લોકોને સ્વજનોની યાદ આવી - At This Time

ભાસ્કર ખાસ:થાઈલેન્ડનાં નાનીમા દર્શકોને ખૂબ જ રડાવી રહી છે! ભાવુક લોકોને સિનેમાહોલમાં ટીશ્યુ પેપર પણ અપાઈ રહ્યા છે, ફિલ્મ જોયા બાદ લોકોને સ્વજનોની યાદ આવી


થાઇલેન્ડના ઘણાં મલ્ટિપ્લેક્સમાં દર્શકો રડતા જોવા મળી રહ્યા છે. ફિલિપાઈન્સના મનીલા, સિંગાપોર અને ઈન્ડોનેશિયાનાં ઘણાં શહેરોમાં પણ આવો જ નજારો જોવા મળી રહ્યો છે. ઘણાં સ્થળે તો રડતાં દર્શકોને ટીશ્યુ આપવા માટે કર્મચારીઓ તહેનાત કરાયા છે. વાસ્તાવમાં તેની પાછળનું કારણ થાઈલેન્ડમાં બનેલી ફિલ્મ ‘હાઉ ટુ મેક મિલિયન્સ બીફોર ગ્રાન્ડમા ડાઈઝ’ છે. પરિવારના કંકાસ પર આધારિત આ ફિલ્મ દક્ષિણ એશિયાઈ દર્શકોને ભાવુક કરી ગઈ છે. પરિવાર સૌથી મોટો વારસો- દિલ તૂટ્યા પછી પણ ક્યારેય આપણે પરિવારને પ્રેમ કરવાનું બંધ કરતા નથી
ફિલ્મની કથા એક બેરોજગાર યુવકના જીવન પર આધારિત છે, જેનું લક્ષ્ય એકમાત્ર ઓનલાઈન ગેમ લાઈવસ્ટ્રીમ કરવું. જ્યારે તેને ખબર પડી કે તેની નાનીને સ્ટેજ 4નું કેન્સર છે ત્યારે તે સંભાળ લેવા માટે આગળ આવે છે. કોઈ લગાવને કારણે નહીં પણ તેને લાગે છે કે નાનીના ગયા પછી તેમનું ઘર તેને મળશે. નાનીની સાથે રહેતા એમએ પરિવારના સભ્યોને સારી રીતે ઓળખી લીધા. લાંબા સમયથી પીડિત મા(ચ્યુ)ને લાગે છે કે માત્ર તે જ નાનીની સંભાળ રાખી શકશે. સૌથી નાનો નકામો મામો (સોઈ) જે નાની પાસેથી ઉધાર પૈસા લે છે અને ચોરી પણ કરે છે. જ્યારે સૌથી મોટો મામો(કિયાંગ) જે પોતાની દીકરી અને સ્વાર્થી પત્નીમાં જ વ્યસ્ત રહે છે. ફિલ્મ ડાયરેક્ટ પેટ બુનીટિપેટ જણાવે છે કે ફિલ્મ તે વિષય પર વાત કરે છે જે બધી જગ્યાએ કોમન છે એટલે ફેમિલી બોન્ડિંગ. પેટ કહે છે કે જેને આપણે પ્રેમ કરીએ છીએ, નફરત પણ કરીએ છીએ તેમ છતાં આપણે તેમની સાથે રહેવું પડે છે. ક્યારેક ક્યારેક આપણે તેમનો અનાદાર પણ કરતાં હોઈએ છીએ. ફિલ્મ એક પરિવારના ઘણાં જટિલ પાસાઓને દર્શાવે છે. એક તરફ ઘરના મોભીના નિધન પહેલાં પરિવારમાં વધતા તનાવ પણ પ્રકાશ પાડે છે તો બીજ તરફ, તેઓ એવો અહેસાસ પણ કરાવે છે કે તેમનો ઈરાદો ખોટો હતો. ત્યારબાદ એમ સાચા મનથી નાનીની સેવામાં લાગી જાય છે. વરસોથી પરિવારના વર્તનથી વ્યથિત રહેલી વૃદ્ધા પણ એમ પર વિશ્વાસ કરવા લાગે છે. નાનીનું નિધન થાય છે અને બંને મામા ઘર પોતાના નામે કરે છે. અંતે એમને અહેસાસ થાય છે કે ભલે ઘર ન મળ્યું પણ તેનાથી પણ કીમતી એક વસ્તુ શીખવા મળી છે કે પરિવાર પૈસાથી વધુ મહત્ત્વપૂર્ણ છે. દિલ તૂટ્યા પછી પણ ક્યારેય આપણે પરિવારને પ્રેમ કરવાનું બંધ કરતા નથી...આ સૌથી મોટો વારસો છે. દર્શકોએ જણાવ્યું કે ફિલ્મે તેમના પ્રિયજનોની યાદ અપાવી છે, કન્ટેન્ટ ક્રિએટર એન્જેલિન કાર્તિકાનું કહેવું છે કે ફિલ્મની તાકાત તેની કથામાં છે. દર્શકોને તેમની પોતાની જિંદગી સાથે સરખામણી કરવાનો મોકો મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.