જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા નોટ બુક , બિસ્કિટ ચોકલેટ અને પેન્સિલ વિતરણ કરાયું - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા નોટ બુક , બિસ્કિટ ચોકલેટ અને પેન્સિલ વિતરણ કરાયું


જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અને અનેકવિધ પ્રવૃત્તિ કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા તા 29 6-2024 ના રોજ શ્રી દિગંબર જૈન સમાજના સૌજન્યથી શ્રી દિગંબર જૈન સમાજ ની વાડી બોટાદ ખાતે શ્રી ઝવેરચંદ મેઘાણી ન.પ્રા. શાળા નં.16 અને શ્રી સ્વામિનારાયણ ન.પ્રા. શાળા , નં.9 રાંગળી બોટાદ સ્કૂલના 200 વિદ્યાર્થીઓને શ્રી દિગંબર જૈન સમાજ બોટાદ તરફથી નોટબુક વિતરણ , બિસ્કીટ , ચોકલેટ અને જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી તરફથી દરેક વિદ્યાર્થીઓને પેન્સિલ રબર શાર્પનર આપવામાં આવેલ. આ પ્રસંગે સાહેલી ના પ્રમુખ હેમલતા બેન દેસાઈ , બેલા બેન રોજેસરા , દિના બેન વડોદરિયા ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.