તત્વ એન્જીનીયરીંગ કોલેજ, મોડાસા ખાતે સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
મોડાસાની નામાંકીત તત્વ એન્જિનિયરિંગ કોલેજ અને છેલ્લા ૬ વર્ષથી મોડાસામાં સેવા માટે કાર્યરત એવા સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં જુદા જુદા વૃક્ષો જેવાકે, લીમડો, આંબો, પીપળો, મીઠો લીમડો, સિતાફળી, જામફળી જેવાં વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યાં હતાં, કાર્યક્રમ દરમિયાન સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. જયદત્તસિંહ પુવાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોને વૃક્ષો અને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન તત્વ કોલેજના આચાર્ય પ્રો. હરેન્દ્રસિંહ ચૌહાણ, પ્રો. ભરતભાઈ દરજી, શ્રી. રણજીતસિંહ પુવાર, સ્ટાફગણ, કોલેજના વિદ્યાર્થીઓ, સેવકમિત્રો તથા સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર વંદન રાવલ સાથે અન્ય ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. પ્રતિક ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.