છેલ્લાં ચાર વર્ષથી સતત માંગણી કરવાં છતા ગરીબ વંચિત મહીલાઓને પ્લૉટ ફાળવવામાં આવતો ના હતો જેથી મામલતદાર વિછીયા ને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

છેલ્લાં ચાર વર્ષથી સતત માંગણી કરવાં છતા ગરીબ વંચિત મહીલાઓને પ્લૉટ ફાળવવામાં આવતો ના હતો જેથી મામલતદાર વિછીયા ને આવેદનપત્ર આપવામાં આવ્યું


તારીખ 2/07/2024 ના રોજ કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમથી મામલતદાર વિંછીયા ને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં વિછીયા તાલુકાના દેવધરી ગામના અતિશય ગરીબ અને પછાત વર્ગના બહેનોને 100 વાર ના પ્લોટની છેલ્લા ચાર વર્ષથી સતત માંગણી કરવા છતાં આ ગરીબ વંચિત મહિલાઓને પ્લોટ ફાળવવામાં આવેલ નથી એક બાજુ ભાજપ સરકારે એવી વાતો કરે છે કે દરેકને ઘરનું ઘર મળશે પરંતુ વાસ્તવમાં ગામડાની અંદર પણ સો વારના પ્લોટ માટે છેલ્લા ચાર વર્ષથી બહેનોએ લડત લડવા છતાં પ્લોટ આપવામાં આવેલ નથી બીજી બાજુ આખાય ગુજરાતની અંદર અસામાજિક તત્વો દ્વારા હજારો એકર જમીન સરકારી ખરાબ ની પેસ કદમી કરી છે પરંતુ ગરીબ લોકોને 100 વાર નો પ્લોટ પણ આપવામાં આ સરકાર નિષ્ફળ રહી છે જેથી કરીને કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરાએ લેખિતમાં આવેદન આપ્યું કે યુદ્ધના ધોરણે આ મહિલાઓને દેવધરી ગામની અંદર સો વારના પ્લોટ આપવામાં આવે તે હેતુ અર્થે મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.