રાજસ્થાનથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને ઇકો સ્પોર્ટ ગાડી સાથે પકડી
(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)
રાજસ્થાનથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને ઇકો સ્પોર્ટ ગાડી સાથે પકડી
દારૂ વિગેરે મળી કુલ કિં.રૂ.૫,૯૨,૪૫૨/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
રાજયમાં આગામી રથયાત્રા અનુસંધાને મહે.ડી.જી.પી.શ્રી વિકાસ સહાય સાહેબ, ગુજરાત રાજય નાઓએ રાજયમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સારૂ તા.૨૩/૦૬/૨૦૨૪ થી તા.૦૩/૦૭/૨૪ સુધી સ્પેશ્યલ પ્રોહી./જુગાર અંગે ડ્રાઇવનું આયોજન કરેલ હોઇ જે અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જીલ્લામાં થઇ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃતિ અટકાવી અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના સતત માર્ગદર્શન તથા તેઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી.સ્ટાફના શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા એ.એસ.આઇ. ચાંપાભાઇ તથા એ.એસ.આઇ. સનતભાઇ તથા આ.હે.કો. કમલેશસિંહ તથા અ.હે.કો. અમરતભાઇ તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા ટે.ઓ. સચીનભાઈ તથા અ.પો.કો.ગોપલભાઇ તથા આ.પો.કો. વિજયકુમાર તથા અ.હે.કો. ધવલકુમાર તથા અ.પો.કો. ગોપલભાઇ તથા અ.પો.કો. શુકલજીતસિંહ તથા આ.પો.કો. પ્રકાશકુમાર તથા આ.પો.કો. અનિરુધ્ધસિંહ તથા ડ્રા.પો.કો યશવંતસિંહ વિગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવેલ.
ઉપરોક્ત ટીમના માણસો આજરોજ તા.૦૨/૦૭/૨૦૨૪ના પ્રાંતિજ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી. વોચ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન શ્રી એસ.જે.ચાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓને બાતમી હકીકત મળેલ કે, “ એક સફેદ કલરની ઇકો સ્પોર્ટ ગાડી નંબર-GJ.01.RE.9800 માં બે ઇસમો રાજસ્થાનથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી હિંમતનગર પ્રાંતીજ થઇ અમદાવાદ તરફ જનાર છે.” જે બાતમી હકીકત આધારે પ્રાંતિજ હાઇવે ત્રણ રસ્તા રોડ ઉપર નાકાબંધી કરી હિંમતનગર તરફથી બાતમી મુજબની ઇકો સ્પોર્ટ ગાડી નંબર-GJ.01.RE.9800 આવતાં તેને રોકી તેમાં ચેક કરતાં તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયરની પેટીઓ ભરેલ હોય જે જુદીજુદી કંપનીની કુલ બોટલ/ટીન નંગ-૫૭૬ કિ.રૂ.૮૨,૪૫૨/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિં.રૂ.૧૦,૦૦0/- તથા ઇકો સ્પોર્ટ ગાડી નંબર-GJ.01.RE.9800 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૯૨,૪૫૨/- નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન પાર્ટે-સી-ગુ.ર.નં.૧૧૨૦૯૦૪૧૨૪૦૬૦૦/૨૦૨૪ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬પએઇ, ૮૧,૮૩ મુજબનો પ્રોહી. ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલ :-
દારૂ/બીયર બોટલ/ટીન નંગ- ૫૭૬..રૂ.૮૨,૪૫૨/-
મોબાઇલનંગ-૨३.१००
ઇકોસ્પોર્ટગાડી..३.५,००,०००/-
કુલ-રૂ.૫,૯૨,૪૫૨/-
પકડાયેલ આરોપી
(૧) ભંવરલાલ સ/ઓ જગદીશચંન્દ્ર રામાલાલ લુહાર ઉ.વ.૩૧ મુળ રહે.સુલવાડા તા.આસીંદ જી.ભીલવાડા હાલ રહે.મોડ કા નીમ્હાહેડા તા.માંડલ જી.ભીલવાડા રાજસ્થાન
(૨) પ્રભુલાલ સ/ઓ લાદુરામ દેવીલાલ લુહાર ઉ.વ.૨૦ રહે.પરડોદાસ તા.હુરડા જી.ભીલવાડા રાજસ્થાન
પકડવાના બાકી આરોપીઓ/વોન્ટેડ
(૩) સંપતભાઇ ઉર્ફે સેમ લુહાર રહે.પેડાસોલી તા.આસીંદ જી.ભીલવાડા રાજસ્થાન (દારૂ/બીયર ભરેલ ગાડી આપનાર )
(૪) અજાણ્યો ઇસમ જેનુ નામ સરનામું જણાઇ આવેલ નથી તે.(બરોડા ગોલ્ડન ચોકડી પ્રોહી મુદ્દામાલ ભરેલ ગાડી રીસીવ કરનાર)
(એસ.એન.કરંગીયા) પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.