અધિકારીઓ અને પદાધિકારીઓ સરકારી ગાડીમાં મહાલી શાળા પ્રવેશોઉત્સવની ઉજવણી કરે છે ત્યારે કાચા રસ્તે પગપાળા જઇ શિક્ષકોએ બાળકોને પ્રવેશઉત્સવ કરાવ્યો
અધિકારીઓ અને પદાધિકારીઓ સરકારી ગાડીમાં મહાલી શાળા પ્રવેશોઉત્સવ ઉજવણી કરે છે ત્યારે કાચા રસ્તે પગપાળા જઇ શિક્ષકોએ બાળકોને પ્રવેશઉત્સવ કરાવ્યો
સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો પરંતુ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારની પાંચ શાળાઓને જોડતા પાકા રસ્તા નથી. ચોમાસામાં કાચા રસ્તાની હાલત એકદમ બદતર હોય. છતાંય શિક્ષકો પગપાળા જઇ આદિવાસી બાળકોને પ્રવેશ અપાવી તેમની માસૂમ આંખોમાં ભણવાની ભૂખને સંતોષ આપ્યો હતો. નસવાડી તાલુકાની ડુંગર વિસ્તારની હરખોડ, કુંડા, નોલીયાબારી, તેતરકુંડી, ઉડેટ આમ પાંચ શાળાઓમાં શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન જિલ્લા તાલુકાના અધિકારી કે પદાધિકારી પહોંચ્યા ન હતા. વિસ્તારના ગ્રામજનોને એમ કે શાળા પ્રવેશ ઉત્સવમાં અધિકારીઓ આવશે અને કાચા રસ્તાની પરિસ્થિતિ જોશે પરંતુ કોઇએ ડોકિયું પણ ના કર્યું. વિસ્તારના આદિવાસી બાળકોને પણ શિક્ષણની ભૂખ હોઇ તેઓને પણ એમ હતું કે આજુબાજુની શાળાઓના બાળકોને સારી રીતે પ્રવેશ અપાય છે. તો અમને શાળાઓમાં કોણ પ્રવેશ આપશે. આખરે દરરોજ કાચા રસ્તાનું દુઃખ ભોગવી શાળાએ પહોંચતા શિક્ષકોએ આદિવાસી બાળકોને ગ્રામજનોને સાથે રાખી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ખરેખર ડુંગર વિસ્તારની આ શાળાઓના રસ્તાની પરિસ્થિતિ જોવી જોઈએ અને શાળાએ જતા આ શિક્ષકોનું સન્માન કરવું જોઈએ. ડુંગર વિસ્તારની આ પાંચ શાળાઓમાં અંદાજિત 20થી વધુ આદિવાસી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.
અલ્લારખા પઠાણ નસવાડીવાલા
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.