ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેનને શુભેચ્છા પાઠવતાં જસદણ યુવા ખેડુત આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયા
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાની ફરી એક વખત આવનારા અઢી વર્ષ માટે તેઓ રીપીટ થતાં તેઓને જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ અને યુવા ખેડુત આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયાએ શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી તેઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં અગ્રીમ હરોળમાં આવતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ગત ટ્રમમા અલ્પેશભાઈની સેવા ખુબ જ વખણાય હતી તેમની આ સેવાની નોંધ લઈ ફરી તેઓને રીપીટ કરાતાં આવનારા સમયમા ખેડુતો વેપારી અને દલાલોને બમણો લાભ મળશે વધુમાં જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટ યાર્ડ અત્યારના સમયમાં ભારે આઘુનિક અને પારદર્શક વહીવટના પરિણામો થકી લોકો દુર દુર થી ખરીદી માટે આવે છે જેની સૌરાષ્ટ્ર અને ગુજરાતએ નોંઘ લઈ ફરી અલ્પેશભાઈ ઢોલરિયા પર પસંદગી ઉતારવામાં આવતાં અલ્પેશભાઈ રૂપારેલિયાએ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.