પંકજ ઝાની વાતો પર પંકજ ત્રિપાઠીએ પ્રતિક્રિયા આપી:કહ્યું,’મારા સંઘર્ષ વિશે ઢંઢેરો પીટીને મેં ક્યારેય સહાનુભૂતિ મેળવી નથી, અને ક્યારેય કહ્યું નથી કે, હું સ્ટેશન પર સૂતો હતો’
વેબ સિરીઝ 'પંચાયત'માં ધારાસભ્યની ભૂમિકા ભજવનાર પંકજ ઝાએ હાલમાં જ અભિનેતા પંકજ ત્રિપાઠી પર ઈશારા દ્વારા નિશાન સાધ્યું હતું. ઝાએ કહ્યું કે, 'ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેઓ અન્ય કલાકારોનું કામ છીનવીને તેમના સંઘર્ષને ગ્લેમરાઇઝ કરે છે'. હવે આ બાબતો પર પંકજ ત્રિપાઠીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતાં તેમણે કહ્યું, 'હું મારી યાત્રા અને સંઘર્ષને ગ્લેમરાઇઝ કરતો નથી. હા, મેં તમને કહ્યું હતું કે જ્યારે હું કામ શોધતો હતો ત્યારે મારી પત્ની ઘર ચલાવતી હતી. મેં ક્યારેય કહ્યું નથી કે હું અંધેરી સ્ટેશન પર રૂમાલ પાથરીને સૂઈ ગયો હતો. જ્યારે હું મુંબઈ આવ્યો ત્યારે મારું જીવન સારું અને સુખી હતું. સંઘર્ષને ગ્લેમરાઇઝ કરીને મેં ક્યારેય સહાનુભૂતિ મેળવી નથી.' પંકજ ત્રિપાઠીએ વધુમાં જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય પોતાની જીવનયાત્રા જણાવીને કોઈને પ્રેરણા આપવાનો બિલકુલ નથી. છેલ્લી મુલાકાતમાં પંકજ ઝાએ શું કહ્યું હતું?
તાજેતરમાં, ડિજિટલ કોમેન્ટરીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઝાએ એમ પણ કહ્યું હતું કે, 'કેટલાક લોકો કોઈના ચપ્પલ ચોરી કરે છે અને કહે છે કે તે તેમના માટે મોટા અભિનેતા છે, તેથી તેઓએ તેમના ચપ્પલ ચોર્યા.' અહેવાલો અનુસાર, તેનો સંદર્ભ અને ઈશારો પંકજ ત્રિપાઠી તરફ હતો. વાસ્તવમાં, 'ધ કપિલ શર્મા શો'માં પંકજ ત્રિપાઠીએ થોડા વર્ષો પહેલા કહ્યું હતું કે, તેમના સંઘર્ષના દિવસોમાં મનોજ બાજપેયી એકવાર જે હોટલમાં કામ કરતા હતા ત્યાં રહેવા આવ્યા હતા. મનોજ તેમના ચપ્પલ હોટેલમાં જ ભૂલી ગયા હતા જે પંકજે રાખ્યા હતા. ઈન્ટરવ્યૂમાં જ્યારે ઝાને પૂછવામાં આવ્યું કે, શું તેમને લાગે છે કે 'ગેંગ્સ ઓફ વાસેપુર'ની ભૂમિકાને લઈને તેમની સાથે રાજકારણ રમાયું છે? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, 'હું એક ફિલ્મના શૂટિંગ માટે પટના ગયો હતો. ત્યાં મને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાનો મેસેજ મળ્યો કે તેઓ મને 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં કાસ્ટ કરવા માગે છે. જ્યારે હું બીજા પ્રોજેક્ટનું શૂટિંગ કરીને બે દિવસ પછી પાછો ફર્યો ત્યારે મને ખબર પડી કે વાસેપુરનો રોલ કોઈ બીજાને આપવામાં આવ્યો છે. પંકજ ત્રિપાઠીને તે રોલ મળ્યો જેણે તેનું ભાગ્ય બદલી નાખ્યું.' પંકજ ઝાએ સ્પષ્ટતા કરી હતી
તાજેતરમાં, ઇન્ટરવ્યૂમાં કહેવામાં આવેલી વસ્તુઓ પર સ્પષ્ટતા આપતા, ઝાએ ઇનકાર કર્યો હતો કે તેમણે તે વસ્તુઓ પંકજ ત્રિપાઠી માટે કહી હતી. તેમણે કહ્યું હતું કે, 'મેં ઈન્ટરવ્યૂમાં કોઈ ત્રિપાઠીનું નામ નથી લીધું. તમે મારા ઇન્ટરવ્યૂ સાંભળી શકો છો કે મેં કોઈનું નામ નથી લીધું. હું આવી વાતો શા માટે કહું? મીડિયાને હંમેશા મસાલાની જરૂર હોય છે અને આ માટે તેઓ આવા સમાચારોને કસ્ટમાઇઝ કરે છે.' પંકજે આગળ કહ્યું, 'આવા સમાચારનો કોઈ અર્થ નથી. પંકજ ત્રિપાઠી મારા ખૂબ સારા મિત્ર છે. અમે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તે મારો જુનિયર છે. તે મારા પછી ઇન્ડસ્ટ્રીમાં આવ્યો છે અને હું લાંબા સમયથી અહીં છું.'
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.