'લાપતા લેડીઝ' ફેમ એક્ટર્સ એકબીજાને ડેટ નથી કરી રહ્યા:સ્પર્શ શ્રીવાસ્તવે કહ્યું, 'હું અને પ્રતિભા રાંટા માત્ર સારા મિત્રો છીએ, હું છેલ્લા 3 વર્ષથી સિંગલ છું' - At This Time

‘લાપતા લેડીઝ’ ફેમ એક્ટર્સ એકબીજાને ડેટ નથી કરી રહ્યા:સ્પર્શ શ્રીવાસ્તવે કહ્યું, ‘હું અને પ્રતિભા રાંટા માત્ર સારા મિત્રો છીએ, હું છેલ્લા 3 વર્ષથી સિંગલ છું’


'લાપતા લેડીઝ' ફિલ્મને દર્શકો અને વિવેચકોએ ખૂબ વખાણી છે. ફિલ્મમાં દીપકના પાત્રને લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે. આ પાત્રને પડદા પર સુંદર રીતે નિભાવવા માટે સમગ્ર શ્રેય અભિનેતા સ્પર્શ શ્રીવાસ્તવને જાય છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સ્પર્શે જણાવ્યું કે, તેનું પાત્ર એટલું હિટ થઈ ગયું છે કે દરરોજ તેને મહિલા ચાહકો તરફથી પ્રપોઝલ મેસેજ આવે છે. ફિલ્મ દ્વારા લોકોને આદર્શ પતિની વ્યાખ્યા શીખવનાર સ્પર્શ હાલમાં સિંગલ છે. તેણે કો-સ્ટાર પ્રતિભા રાંટા સાથેના અફેરના સમાચાર પર પણ પોતાનું મૌન તોડ્યું છે. સ્પર્શે કહ્યું કે તે અને પ્રતિભા માત્ર સારા મિત્રો છે. વાંચો વાતચીતના મુખ્ય અંશો.. સવાલ- તમને નેશનલ ક્રશ કહેવામાં આવે છે. મહિલાઓમાં તમારી મજબૂત ફેન ફોલાઇંગ છે. આના પર શું કેશો?
જવાબ- દરેક વ્યક્તિ પોતાના જીવનમાં હીરો જેવો અનુભવ કરવા માગે છે. હું નસીબદાર છું કે મને આવો અનુભવ કરવાનો મોકો મળ્યો. કેટલીકવાર મને સમજાતું નથી કે આ વસ્તુઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો. પરંતુ હું લોકોનો આભારી છું કે તેઓ મને આટલો પ્રેમ આપી રહ્યા છે.' પ્રશ્ન- શું સોશિયલ મીડિયા પર ફેન્સના પ્રપોઝલ મેસેજ આવે છે?
જવાબ: 'હા, ઘણા આવે છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામના ડીએમ બોક્સમાં એક રસપ્રદ મેસેજ આવ્યો હતો. પરંતુ આ મેસેજ કોઈ છોકરીનો નહીં પણ છોકરાનો હતો. તેણે લખ્યું હતું કે, મારા કારણે તેનું બ્રેકઅપ થયું છે.' ખરેખર, તેની ગર્લફ્રેન્ડ 'લાપતા લેડીઝ' ફિલ્મમાં મારા પાત્ર દીપકથી એટલી પ્રભાવિત થઈ કે તે મને પસંદ કરવા લાગી. મેં જાતે ઘરેલુ હિંસાના ઘણા કિસ્સા જોયા છે. આ યુગમાં, દીપક એક એવું પાત્ર છે, જે પુરુષોને સ્ત્રીઓનું સન્માન અને પ્રેમ કરવાનું શીખવે છે. આ પાત્રની અસર છે કે મહિલાઓને વાસ્તવિક જીવનમાં દીપક જેવો જીવનસાથી જોઈએ છે.' પ્રશ્ન- શું તમે શાળાના સમયમાં કોઈના પ્રેમમાં પડ્યા છો?
જવાબ- 'હા, થયું છે. એકવાર તો આ મામલો પ્રિન્સિપાલની ઓફિસ સુધી પણ પહોંચ્યો હતો. વાસ્તવમાં, એક દિવસ હું મારી ગર્લફ્રેન્ડનો હાથ પકડીને ક્લાસમાં બેઠો હતો, જ્યારે પ્રિન્સિપાલ મેડમે કેમેરા દ્વારા જોયું. તેમણે અમને તેમની ઓફિસમાં બોલાવ્યા અને પૂછ્યું - 'આ છોકરી તમારી કોણ છે?' જવાબમાં મેં કહ્યું,- 'મેમ, તે મારી કઝીન છે.' પછી મેમે કહ્યું- 'તો તમે તમારા પિતરાઈનો હાથ પકડીને બેસો છો?'. મામલો એટલો વધી ગયો કે મેમે પરિવારના સભ્યોને બોલાવીને પૂછપરછ પણ કરી. જ્યારે આ ઘટના બની ત્યારે હું 9મા ધોરણમાં હતો. આ પછી પણ અમે બંને લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા, પરંતુ બાદમાં યુવતીએ લગ્ન કરી લીધા.' સવાલ- સોશિયલ મીડિયા પર તમારું નામ કો-સ્ટાર પ્રતિભા રાંટા સાથે જોડવામાં આવી રહ્યું છે. આમાં કેટલું સત્ય છે?
જવાબ- 'હું છેલ્લા 3 વર્ષથી સિંગલ છું. જ્યારે, પ્રતિભા મારી ખૂબ સારી મિત્ર છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે અમે આટલા સારા મિત્રો બનીશું. હું કહેવા માગુ છું કે છોકરાઓ અને છોકરીઓ પણ સારા મિત્રો બની શકે છે. જરૂરી નથી કે તેઓ રિલેશનશિપમાં હોય.' પ્રશ્ન- તમે પ્રેમને કેવી રીતે સમજો છો? જીવનસાથીમાં તમને કઈ ગુણવત્તા જોઈએ છે?
જવાબ: 'મારા માટે પ્રેમ એવી વસ્તુ છે જેની કોઈ સીમા નથી. લોકો પ્રેમમાં વફાદારીને વધુ મહત્ત્વ આપે છે. પરંતુ હું માનું છું કે, પ્રેમમાં વ્યક્તિમાં સ્વીકારભાવ જોઈએ. હું માનું છું કે, સંબંધમાં બે લોકો વચ્ચે વાતચીત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઘણી વખત આપણે બીજી બધી બાબતો બરાબર મેનેજ કરીએ છીએ પણ એકબીજા સાથે વાત કરતા નથી. વાતચીત દ્વારા કોઈપણ સંબંધને વધુ સારો બનાવી શકાય છે.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.