સરા ના હળવદ બસસ્ટેન્ડ થી મેઈનબજાર ઉપર ખાડારાજ! અનેક વાહનચાલકો પરેશાન - At This Time

સરા ના હળવદ બસસ્ટેન્ડ થી મેઈનબજાર ઉપર ખાડારાજ! અનેક વાહનચાલકો પરેશાન


*મુળી ના સરા માં ગેસ ગટરલાઈન અને ખાડાઓ થી ગામજનો વાહનચાલકો પરેશાન...*
*હળવદ બસસ્ટેન્ડ આસપાસ વિસ્તાર માં ખાડારાજ*

મુળી તાલુકાનાં સરા એ તાલુકા નું સૌથી મોટુ ગામ વસ્તી ના ધોરણે છે અહીં સુપ્રસિધ્ધ મેલડી માતાજી નું ભવ્ય મંદિર થકી દેશ વિદેશ માં પ્રખ્યાતી ધરાવે છે સાથે દરરોજ અનેક દર્શાનાર્થીઓ આવતા હોય છે ત્યારે હળવદ બસસ્ટેન્ડ થી મસમોટા ખાડાઓ ના કારણે અનેક વાહનો ફસાય જતા હોય છે વરસાદી પાણી ભરાવાના કારણે આ ઉંડા ખાડાઓ નજરે પણ ચડતા નથી ત્યારે અનેક રાહદારીઓ પણ ભોગ બને છે ત્યારે આ ખાડાઓ ગેસલાઈન કામ ના કારણે અને અનેક જગ્યાએ બ્લોક ઉખડી જતા આ મુશ્કેલી ઉભી થ‌ઈ છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા આ મોટામસ ખાડાઓ તાત્કાલિક ધોરણે પુરવા જોઈએ અને અકસ્માત થતા બચાવ થશે સરા ગામજનોએ જણાવ્યું હતું કે અનેક મહિના ઓ થી આજ પરિસ્થિતિ રોડ રસ્તા ની છે આ રસ્તા ઓથી ગામજનો ત્રાહિમામ..પોકારી ઉઠ્યા છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા આ ખાડા બુરવાની કામગીરી કોઈ કરવામાં આવી નથી આ બાબતે યોગ્ય કામગીરી નહીં હાથ ધરવામાં આવે તો મોટી દુર્ઘટના પણ સર્જાય શકે ની દહેશત વ્યકત કરી હતી


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.