વ્યાજખોરી નું દુષણ ડામવા સુરેન્દ્રનગર પોલીસ દ્વારા જનસંપર્ક નું આયોજન કરાયું.
રાજ્ય માં ઘણા એવા બનાવો બને છે. કે અમુક લોકો વ્યાજે લીધેલા પૈસા ના ભરી શકવાના કારણે આત્મહત્યા કરે છે. આ વાત ને ધ્યાને લઈ દરેક જગ્યાએ પોલીસ દ્વારા જનસંપર્ક કરવાનું આયોજન કરાયું હતું. જેમાં લીંબડી ડીવીજન માં આવતા ચુડા, લીંબડી, પાણશીણા, સાયલા, ધજાળા,ચોટીલા, થાન, નાનીમોલડી, પોલીસ સ્ટેશન નો સાયલા લાલજી મહારાજની જગ્યામાં લોકદરબાર યોજાયો હતો. જેમાં કોઈપણ વ્યાજખોરી માટે સ્થળ પર અરજી કરી શકે. પરંતુ લોકદરબાર કાર્યક્રમ દરમિયાન તાલુકામાંથી વ્યાજખોરો વિરુદ્ધ એક પણ ફરિયાદ મળી નથી.
સાયલા ખાતે યોજાયેલ લોકદરબારમાં મુખ્ય લીંબડી ડી.વાય. એસ.પી. વિશાલ એમ રબારી,ના અધ્યક્ષ સ્થાને તમામ પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇનપેક્ટર તથા બધીજ બેન્ક મેનેજર ઉપસ્થિત રહ્યા હતા. સાયલા પી.એસ. આઈ આર. જે. ગોહિલ દ્વારા કાર્યક્રમ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.