ગઢડા તાલુકાના ચભાડીયા ગામની પ્રાથમિક શાળામાં વિઘાથીઓની દયનીય સ્થિતિ
(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા દ્વારા)
ઓરડાઓની અછત ના કારણે વિઘાથીઓની દયનીય સ્થિતિ બાલ વાટીકા અને ધો. 1 થી 5 ના વિઘાથીઓને એકજ રૂમમાં અભ્યાસ માટે બેસાડાય છે એકજ રૂમમાં બાલ વાટીકા અને ઘો. 1 થી 5 ના કુલ 90 વિઘાથીઓને ઠાંસોઠાંસ બેસાડાય છે પ્રાથમિક શાળામાં કુલ 170 વિઘાથીઓ છે અને સાત શિક્ષકો છે વરસાદ આવે ત્યારે આ રૂમમાં વરસાદી પાણી ટપકે છે અને જર્જરીત રૂમ હોવાથી વિઘાથીઓ થાય છે હેરાન પરેશાન ચભાડીયા ગામના વાલીઓમાં રોષ તાત્કાલિક નવા ઓરડા બનાવવામાં આવે તેવી માંગ ચભાડીયા પ્રાથમિક શાળામાં તંત્ર દ્વારા નવા ઓરડા બનાવવામાં નહિ આવે તો શાળાને તાળા બંધી કરવાની ગામ લોકોએ આપી ચિમકી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.