સેલેબ્સ સ્પોટેડ:અનંત અંબાણીએ સંઘ પ્રમુખના આશીર્વાદ લીધા, તાપસી ઇવેન્ટ પછી કારની રાહ જોતી જોવા મળી - At This Time

સેલેબ્સ સ્પોટેડ:અનંત અંબાણીએ સંઘ પ્રમુખના આશીર્વાદ લીધા, તાપસી ઇવેન્ટ પછી કારની રાહ જોતી જોવા મળી


ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. આરએસએસના વડા મોહન ભાગવત શુક્રવારે મુકેશ અંબાણીના ઘરે પહોંચ્યા હતા, અને ત્યાં મુકેશ અંબાણીને મળ્યા હતા. આ દરમિયાન અનંત અંબાણીએ ચરણ સ્પર્શ કરીને સંઘ પ્રમુખના આશીર્વાદ લીધા હતા. અભિનેત્રી જુહી બબ્બર સોનીએ શુક્રવારે સાંજે મુંબઈમાં તેના પ્લે 'વિથ લવ, આપ કી સૈયારા'નો 100મો શો કર્યો હતો. આ પ્લે જોવા માટે ઘણા બોલિવૂડ સેલેબ્સ આવ્યા હતા. તાપસી પન્નુ પણ પ્લે જોવા આવી હતી. જ્યારે તે પ્લે જોઈને બહાર આવી ત્યારે પાપારાઝીએ કહ્યું કે, ​​​​​​'તાપસીની કાર આવી નથી'. પાપારાઝીની વાત સાંભળતાં જ તાપસીએ સ્મિત સાથે કહ્યું કે, 'ચાલીને જતી રહીશ.' જ્યારે પાપારાઝીએ તેનો વીડિયો લેવાનું શરૂ કર્યું, આ દરમિયાન તેણે ફેન્સને સેલ્ફી આપી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.