સામુહિક આરોગ્ય કેન્દ્ર લાકડિયા ખાતે શ્રી ગાયત્રીનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હોસ્પીટલની મુલાકાત
આજ રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર લાકડિયા ખાતે શ્રી ગાયત્રીનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હોસ્પીટલની મુલાકાત અર્થે આવેલ વિધાર્થીઓને હોસ્પીટલ દ્રારા આપવામાં આવતી સેવાઓ વિષે તેમજ હોસ્પીટલની અંદર અલગ-અલગ વિભાગની મુલાકાત તેમજ તે કેન્દ્રો દ્રારા આપવામાં આવતી સેવાઓ વિષે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલ ત્યાર બાદ સામુહિક આરોગ્ય કેન્દ્રનાં અધિક્ષક ડો.સુજીતકુમાર તેમજ ડો.પરબત.ચૌધરી સાહેબ દ્રારા વિદ્યાર્થીઓને આરોગ્ય વિષયે સેવાઓ હોસ્પીટલ તરફથી આપવામાં આવતી તેના વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ આરોગ્ય ને સારું રાખવા માટે શું-શું કાળજીઓ રાખવી તેના વિષય વિગતવાર માહિતી આપવામાં આવી ત્યાર બાદ ડેનટલ વિભાગના ડો.ઉર્વશી.સોલંકી દ્રારા દાંતની સ્વચ્છતા જાળવવા વિશે તેમજ વિદ્યાર્થીઓને બ્રશ કરવાની યોગ્ય પદ્ધતિ તેમજ શું કાળજી રાખવી તે વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ એડોલેશન હેલ્થ કાઉન્સલર પાતર કીરેન કુમાર દ્રારા વિદ્યાર્થીઓને AFHC ની મુલાકાત તેમજ આપવામાં આવતી સેવાઓ વિશે તેમજ પોષણસમ ખોરાક તેમજ IFA ગોળી લેવાથી થતા ફાયદા વિષે તેમજ કૃમિનાશક ગોળી લેવાના થતા ફાયદા વિશે માહિતી આપવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવા માટે સામુહિક આરોગ્ય કેન્દ્રનાં તમામ સ્ટાફગણ જહેમત ઉઠાવી હતી. આ કાર્યકમની અંદર આવનાર શાળાના શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીઓનો સાબ્દિક સંબોધન મેઘરાજભાઈ દ્રારા કરવામાં આવેલ હતી.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.