શ્રી રામાનંદાચાર્ય પ્રા.શાળા નં 23, બોટાદમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો
(કનુભાઈ ખાચર દ્વારા )
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, દીપપ્રાગટય થી કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનો નું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. બાલવાટિકાના બાળકોને કીટ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સિવાય જે - તે ધોરણમાં પ્રથમ નંબર મેળવનાર બાળકો, CET માં પાસ થનાર બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.શાળામાં દાન આપનાર દાતાશ્રીઓ નું સન્માન કરવામાં આવ્યું. તેજસ્વી બાળકોને ઈનામના આજીવન દાતા નેમતબેન હથિયારી દ્વારા આપવામાં આવેલ.પ્રવેશપાત્ર ભૂલકાઓને શૈક્ષણિક કીટ જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ભેટ આપવામાં આવી. આ પ્રસંગે શિક્ષણ સમિતિ ચેરમેન પ્રતિકભાઈ વડોદરિયા,જાયન્ટસ ગ્રુપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા,બોટાદ જિલ્લા શિક્ષક સેલ કન્વીનર મયુરધ્વજસિંહ ભાટી,શિક્ષક સંઘ પ્રમુખ રણજીતભાઇ ગોવાલિયા, જાયન્ટ ગ્રુપ માર્ગદર્શક લાલજીભાઈ પટેલ,વેલ્ફર ફાઉન્ડેશનના પ્રમુખ કેતનભાઈ રોજેસરા,બિલ્ડર હિરેન ભાઈ પટેલ,શાસનાધિકારી ડી.બી.રોય, અને શહેર મહામંત્રી રમેશભાઈ ચાવડા,ઉપપ્રમુખ હરેશભાઈ પીઠવા,મંત્રી પ્રકાશભાઈ સોનગરાં,ઉપેન્દ્રભાઈ જોટાનિયા, રવજીભાઈ વાટકુંયા,ગોવિંદભાઈ રબારી,ધનજીભાઈ,નાગજીભાઈ,મેહુલભાઈ,દેવરાજભાઈ,લક્ષ્મણભાઈ, સિધ્ધરાજભાઈ અને તમામ પદાધિકારીશ્રીઓ ઉપસ્થીત રહેલ.ત્યારબાદ અભિનય ગીત, મહેમાનોનું સ્વાગત,બાળકોનું વક્તવ્ય,જુદી જુદી પરીક્ષાઓમાં બાળકોના પર્ફોમન્સ માટે સન્માન તેમજ દાતાઓનું સન્માન,મહેમાનોનું વક્તવ્ય,વૃક્ષારોપણ વગેરે કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યશ્રી દર્શનભાઈ પટેલ, માધ્યમિક આચાર્ય કેતનભાઈ સરવૈયા તેમજ શ્રેષ્ઠ સંચાલનકકાર નરેન્દ્રભાઈ જોશી અને સમગ્ર સારસ્વત શિક્ષકો ભાઇઓ અને બહેનોના ઉત્તમ સહકારથી સંપન્ન થયો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.