નસવાડી મધ્ય ગુજરાત વિજ કંપનીના અધિકારીઓ કુંભકર્ણ ની નિંદ્રામાં વારંવાર રહેણાંક મકાનોના ધાબા ઉપરથી પસાર થતા વિજ વાયરો તૂટી પડવાની ઘટના રહીશોની રજુઆત સામે આંખ આડા કાન - At This Time

નસવાડી મધ્ય ગુજરાત વિજ કંપનીના અધિકારીઓ કુંભકર્ણ ની નિંદ્રામાં વારંવાર રહેણાંક મકાનોના ધાબા ઉપરથી પસાર થતા વિજ વાયરો તૂટી પડવાની ઘટના રહીશોની રજુઆત સામે આંખ આડા કાન


અલ્લારખા પઠાણ નસવાડી
નસવાડીના કુકાવટી રોડ ઉપર એક ખાનગી શાળા આવેલી છે તેમાં 400 જેટલા બાળકો અભ્યાસ કરે છે જયારે નજીકમાં ધાર્મિક સ્થાન આવેલું છે અને 200 જેટલા આ વિસ્તારમાં મકાનો આવેલા છે જયારે મધ્ય ગુજરાત વીજ કંપનીની 11 કેવી હાઈવોલ્ટેજની વીજ લાઈન આ રસ્તાની બાજુમાંથી પસાર થાય છે જયારે અમુક મકાનોના ધાબા ઉપર થી આ વીજ લાઈન જાય છે આ વીજ લાઈનમાં વારંવાર ફોલ્ટ સર્જાઈ છે મોટા મોટા ધડાકાના અવાજ સાથે વીજ વાયરો ચાલુ કરંટમાં અચાનકજ રસ્તા ઉપર તૂટી પડે છે આવી ઘટના વારંવાર સર્જાઈ છે જેને લઇ આવતા જતા બાળકો સ્થાનિક રહીશોને જીવનું જોખમ રહેલું છે જેને લઇ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને આ વીજ લાઈનને આ જગ્યા ઉપર થી હટાવી મુખ્ય રસ્તા ઉપર લઇ જઈને માનવ વસ્તી નથી તે વિસ્તારમાં સરકારી જગ્યા આવેલી છે ત્યાં થી આ જ લાઈન લઇ જવા માટે લોકોએ વારંવાર રજૂઆતો કરી છે પરંતુ આજ દિન સુધી અધિકારીઓએ સમસ્યાનો ઉકેલ લાવ્યા નથી જયારે થોડા દિવસ પેહલા વીજ વાયરો તૂટી પડ્યા હતા ત્યારે 4 જેટલા લોકોનો આબાદ બચાવ થયો હતો જયારે આ વીજ લાઈનથી સ્થાનિક લોકોને ફાયદો નથી આ લાઈન થી તેઓને જીવનું જોખમ છે જયારે લોકો રજૂઆત અધિકારીઓને કરતા અધિકારીઓ આ વીજ લાઈન હટાવવા એસ્ટીમેન્ટ આપી પૈસાની માંગણી કરે છે પરંતુ આ લાઈન મધ્ય ગુજરાત વીજ કંપનીની પોતાની છે ત્યારે લોકો પાસે વીજ લાઈન હટાવવાના પૈસા માંગતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અધિકારીઓ કોઈ મોટી દૂરઘટનાની રાહ જોઈને બેઠા હોય તેમ હાલ લાગી રહ્યું છે જેથી ઉચ્ચ અધિકારીઓ હવે આ બાબતે ધ્યાન આપી આ વીજ લાઈન હટાવે તેવી માંગ ઉઠી છે


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.